Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૬૨)
ચેાગદષ્ટિસસુય
આ દૃષ્ટિમાં વત્તતા ચેાગીને તમાગ્રંથિના વિભેદ થયા હૈાય છે, એટલે તેને સમસ્ત સ'સારચેષ્ટા બાલકની ધૂલિગ્રહ ક્રીડા જેવી ભાસે છે, કારણ કે પ્રકૃતિથી અસુંદરપણાથી ને અસ્થિરપણાથી તે બન્નેનું સમાનપણું છે. ખાલક ધૂળના કૂમા ( ઘર ) બનાવવાની રમત રમે છે. તે કૂમા પ્રકૃતિથી-સ્વભાવથી અસુંદર અને
હાથ લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હેાય છે. તેમ સર્વ ભવચેષ્ટા આ સ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસુંદર-અરમણીય અને અસ્થિર છે, ક્ષણમાત્રમાં શીણું વિશી થઈ જાય એવી ક્ષણભ'ગુર છે. આમ એ બન્નેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવત્તી આદિની ઋદ્ધિ કે જે સૉંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્ત્વથી જોતાં વિષમિશ્રિત અન્ન જેવી અસુ ંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા, ને બ્રહ્માંડમાં મળવાન્ થઈને ‘ ભારી ભૂપ’ ઉપજ્યા હતા, એ ચતુર ચક્રી ચાલિયા હાતા ન હોતા હોઇને,' હાથ ખ'ખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગમાં એટલા બધા ચક્રવત્તી થઇ ગયા છે, કે જ્યારે કોઇ નવા ચક્રવત્તી' થાય છે, ત્યારે કિકિણીરત્નથી ૠષભકૂટ પર્વત પર પેાતાનું નામ ઉત્કી કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાંખવું પડે છે, ત્યારે તે તેના નામ માટે જગ્યા થાય છે! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઇ ગયા છે, ને આ પૃથ્વી કેાઈ સાથે ગઇ નથી કે જવાની નથી. આમ આ જગત્ની સર્વોચ્ચ પદવીની પણું આ દશા છે, તેા પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાએ ની શી વાત કરવી ? (જુએ પૃ. ૨૪-૨૫૦ ).
બાલધૂલિ ઘર
ક્રિયા સમી
આમ બાલકના કુબા જેમ સાવ તકલાદી નેે ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સ` સંસારને ખેલ પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હતેા ન હતા થઈ જાય છે. આ સહસારમાં જ્યાં જુએ ત્યાં સČત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તેા ખાલકના સૂબાની જેમ ખાલજીવાને જ રુચે છે,-ગમે છે, પણ તેવી ખાલકની રમત રમવી જેમ મેાટા માણસને ન રુચેન ગમે, અથવા શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટારૂપ ધૂલિગૃહક્રીડા પણુ પંડિત જનને-જ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષને રુચતી નથી, અને ભૂલેચૂકે તેમાં રમવું–આનંદ માનવા તે લજ્જાનું કારણ લાગે છે! શરમાવા જેવું લાગે છે. અને આ સકલ ભવચેષ્ટા તેને ખાલધૂલિગૃહક્રીડા જેવી લાગે છે, તેનુ કારણ તેને તમેાગ્રંથિના વિભેદ થયા છે, તે છે. આ તમાગ્રંથિના વિશ્વેદથી તેને વેધસ વેધપદરૂપ સમ્યગ્દર્શન પ્રગટયું છે, તેથી તેને સંસારનું યથા` દુઃખદ સ્વરૂપ સવેદાય છે, માટે આ ગ્રંથિભેદ તથા તેના ફલરૂપે પ્રાપ્ત થતા સમ્યગ્દર્શનનું સ્વરૂપ સ ંક્ષેપમાં જાણવું અત્ર પ્રસ`ગથી પ્રાપ્ત થાય છેઃ—
ગ્રંથિભેદ
આ પાંચમી સ્થિરા દૃષ્ટિને પામેલા સભ્યષ્ટિ પુરુષને તમેથિને એટલે