________________
(૫૬)
ગદષ્ટિસમુચય તેજ તે સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ “સર્વ તેજનું તેજ” એવું આ સમ્યગ્દર્શનરત્નનું તેજ તો અનુભવ પ્રયોગની બળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. (૬) રત્નદીપક જેમ પવનથી ઓલવાતું નથી અને ચંચલતા-અસ્થિરતા પામતે નથી, તેમ આ સમ્યગદર્શનરૂપ રત્નદીપ મહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતાઅસ્થિરતા પામતા નથી. “ઘર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાને અંત જે.” (જુઓ ફૂટનેટ પૃ. ૬૮). (૭) રત્નદીપક સદા રમ્ય-સુંદર દેખાય છે અને ક્ષીણ-કૃશ થતો નથી, તેમ આ સમ્યગદર્શનરૂપ રત્નદીપ સદા રમણીય-સુંદર દેખાય છે, તથા
પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હે લાલ’–પુષ્ટ ગુણે કરીને કદી પણ કુશ-ક્ષીણ થતો નથી, દૂબળો પડતો નથી, પણ આત્મધર્મની ઉત્તરોત્તર પુષ્ટિથી નિરંતર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા “દિશા” અર્થાત્ વાટ બળતી નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીવામાં પુદ્ગલરૂપ તેલ નાંખવું પડતું નથી, અર્થાત્ પરભાવનું આલંબન હોતું નથી, તથા શુદ્ધ આત્મદશા બળતી નથી, “જેહ ન શુદ્ધ દશા દહે છે લાલ,” અર્થાત્ શુદ્ધ આત્મભાવમાં સ્થિતિ રહે છે. રત્નદીપકના રૂપક પરથી ફલિત થત આ સર્વ ચમત્કારિક ભાવ કવિવર યશોવિજયજીએ પોતાના આ અમર કાવ્યમાં અદ્ભુત રીતે સંગીત કર્યો છે – સાહેલાં તે કુંથ જિનેશ્વર દેવ! રત્નદીપક અતિ દીપત હે લાલ; સા, મુજ મનમદિરમાંહી, આવે જો અરિઅલ ઝીપતે હો લાલ.” ઈ. (જુઓ પૃ. ૬૯)
તેમજ-રત્નના પ્રકાશની જેમ આ દષ્ટિને બોધ પણ (૧) અપ્રતિપાતી, (૨) પ્રવદ્ધમાન, (૩) નિરપાય, (૪) અન્યને અપરિતાપહેતુ, (૫) પરિતોષહેતુ, (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન, (૭) પરમ મંગલરૂપ હોય છે. (સ્પષ્ટીકરણ માટે જુઓ પૃ. ૬૯-૭૦). ઈત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિરા દૃષ્ટિના દર્શનનું–બોધનું સમાનધર્મપણું છે, સરખાપણું ઘટાવી શકાય છે. આ ઉપમાને જેમ જેમ વિશેષ વિચારીએ તેમ તેમ તેમાંથી એર ને એર ચમત્કૃતિ ભાસે છે, ને જ્ઞાનીની વાણીની પરમ અદ્દભુતતાની પ્રતીતિ કરાવી બહુમાન ઉપજાવે છે. અત્રે સંક્ષેપમાં તેનું દિગ્દર્શન કર્યું છે. સ્વમતિથી વિશેષ વિચારવું.
યોગનું પાંચમું અંગ-પ્રત્યાહાર વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારે રે.”—. સક્ઝાય, ૬-૪.
યોગનું ચોથું અંગ પ્રાણાયામ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત થયા પછી, સ્વાભાવિક ક્રમે પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ અત્ર સાંપડે છે. પ્રત્યાહાર (પ્રતિ + આહાર) એટલે ઇદ્રિનું વિષયોમાંથી પ્રત્યાહત થવું-પાછું ખેંચાવું તે. “વિષયને અસંગ્રેગ થતાં