________________
(૪૫૪)
ગદષ્ટિસમુચ્ચય હોય છે. તથા અત્રે વંદનાદિ ક્રિયા ક્રમની અપેક્ષાએ અબ્રાંત, નિર્દોષ-નિરતિચાર હોય છે; અને એટલે જ તે સુમબેધ સહિત એવી હોય છે. કારણ કે ગ્રંથિભેદથી અહીં વેદસંવેદ્યપદની પ્રાપ્તિ હેય છે. આમ આગળ કહેલા ક્રમ પ્રમાણે અહીં પાંચમી દષ્ટિમાં(૧) દર્શન રત્નપ્રભા સમાન હોય છે, (૨) યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર સાંપડે છે, (૩) બ્રાંતિ નામને પાંચમે ચિત્તદોષ નષ્ટ થાય છે, (૪) બોધ નામને પાંચ ગુણ પ્રગટે છે.
નિત્ય દર્શનઃ રત્નપ્રભા સમ સ્થિર દષ્ટિ બે પ્રકારે છે-(૧) નિરતિચાર, (૨) સાતિચાર. નિરતિચાર દષ્ટિમાં જે દર્શન થાય છે તે નિત્ય-અપ્રતિપાતી હોય છે, જેમ છે તેમ અવસ્થિત રહે છે; અને સાતિચારમાં જે દર્શન થાય છે, તે અનિત્ય પણ હોય છે,–જૂનાધિક થયા કરે છે, જેમ છે તેમ અવસ્થિત રહેતું નથી.
આ દૃષ્ટિના દર્શન–બેધને રત્નપ્રભાની ઉપમા છાજે છે, કારણ કે રત્નની પ્રભા દીપપ્રભા કરતાં અધિક હોય તેમ આ દૃષ્ટિને બોધ ચોથી દીપ્રા દષ્ટિ કરતાં ઘણું વધારે
હોય છે. દીપકની પ્રભા તેલ વગેરે બાહ્ય કારણેને અવલંબી હોય છે, “રત્નપ્રભા જ્યાં લગી તેલ હોય ત્યાં સુધી દીપક પ્રકાશે છે, એટલે તે અસ્થિર હોય સમ જાણે રે છે, પણ રત્નની પ્રભા તેવા બાહ્ય કારણોને અવલંબતી નથી, તે તે
સ્વાવલંબી છે, એટલે તે સ્થિર રહે છે-કદી નાશ પામતી નથી. તેમ આ દૃષ્ટિને બોધ આત્માવલંબી છે, પર કારણને અપેક્ષત નથી-પરાવલંબી નથી, અપરોક્ષ છે, અને આમ આ બોધ આત્માલંબી પ્રત્યક્ષ આત્માનુભવરૂપ હોવાથી સ્થિર રહે છે, કદી નાશ પામતું નથી. તેમાં-(૧) નિરતિચાર સ્થિર દષ્ટિને બોધ નિર્મલ રત્નપ્રભા જેવો હોઈ, નિમલપણાએ કરીને નિત્ય-સદા સ્થિર એકરૂપ હોય છે, અપ્રતિપાતી હોય છે, જે છે તે અવસ્થિત રહે છે. અને (૨) સાતિચાર સ્થિર દષ્ટિને બંધ સમલ રત્નપ્રભા જેવો હોઈ, અતિચારરૂપ સમલપણાને લીધે અનિત્ય-અસ્થિર હોય છે, સદા એકરૂપ રહેતો નથી, મલાપગમ પ્રમાણે ચૂનાધિક થયા કરે છે. રત્ન ઉપર જેમ ધૂલ વગેરે ઉપદ્રવ સંભવે છે, અને તે ધૂલ વગેરેને લીધે તેની પ્રભા પણ અસ્થિર આંદોલનવાળી હોય છે–ચૂનાધિક ઝાંખી વધારે થાય છે, પણ મૂલથી નષ્ટ થતી નથી એટલે સ્થિર રહે છે તેમ આ દષ્ટિને બંધ અતિચારરૂપ મલને લીધે અસ્થિર આંદોલનવાળ-અનિત્ય હોય છે, ક્ષયપશમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે, પણ મૂલથી નષ્ટ થત નથી, એટલે સ્થિર રહે છે.
જેમ કોઈની આંખ ઊઠી હેય ને તે મટવા આવી હોય, તેને તેના ઉોપ આદિની અસર માલૂમ પડતી નથી, તેની આંખ હવે ખૂબ લાલઘૂમ દેખાતી નથી, તેને પીડા પણ