Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૫૮)
યોગદષ્ટિસમુરચય એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે, અને આમ ભાવથી અનુપમ ચૈતન્યરસને અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઇંદ્રિય એવી તે વશ થઈ જાય છે, એવી તે ગરીબડી ગાય જેવી આધીન થઈ જાય છે, કે તેને પછી બાહ્ય વિષયોમાં રસ પડતો નથી, ને તે પ્રત્યે પરાણે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી ! એવું તે તેને આ ચિત્ત-ઘર ગોઠી જાય છે! એટલે આ ચૈતન્ય અમૃતરસનો આસ્વાદ છેડીને ભેગી તે બાકસબુકસ રૂપ પુદ્ગલભેગને ઇચ્છતે નથી !-આમ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગૃષ્ટિ ગીપુરુષનું દર્શન અવસ્ય પ્રત્યાહારવાળું જ હોય છે, કારણ કે પ્રત્યાહાર–ખરેખર અંતરંગ વિષયવૈરાગ્ય ન હોય તે સમ્યગદષ્ટિપણું પણ ઘટે નહિ, માટે સમ્યગદષ્ટિ પુરુષને વિષયે પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય, પરમ વૈરાગ્ય જ વર્તે
ભ્રાંતિ દેષ ત્યાગ બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
ચેાથે ઉત્થાન નામને ચિત્તદોષ જેથી દષ્ટિમાં નાશ પામ્યા પછી, સ્વાભાવિક ક્રમે બ્રાંતિ નામને પાંચમે દેષ અત્રે ટળે છે. કારણ કે (૧) અત્રે એવી પ્રશાંતવાહિતા હોય છે, ચિત્તને એવો અખંડ એકધારે શાંત પ્રવાહ પ્રવહે છે, ચિત્તનું એવું ઠરેલપણું હોય છે કે મેક્ષસાધક યુગમાર્ગ–ક્રિયામાંથી ચિત્ત ઊઠતું નથી. અને જે ચિત્ત સ્વસ્થાનમાંથી ઊઠે જ નહિં, તે તેની બ્રાંતિ પણ કેમ થાય? તે આડુંઅવળું કેમ ભમે? એટલે અત્રે ચિત્ત અબ્રાંત હોય છે સ્થિર હોય છે. (૨) અથવા પ્રસ્તુત ગક્રિયાને છોડી ચિત્તનું ચારેકેર ભ્રમણ-બ્રામક વૃત્તિ તે બ્રાંતિ. પણ અત્રે તો શાંતપણાને લીધે ચિત્તસ્થિરતા વરે છે, એટલે તેવી બ્રાંતિ હોતી નથી, અભ્રાંતિ જ હોય છે. (૩) અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણું થવી, તત્ત્વને અતત્વ માનવારૂપ વિપર્યાસ થવો તે ભ્રાંતિ. પણ અત્રે તે તત્વના યથાર્થ નિશ્ચયને લીધે તેવી વિપર્યાસરૂપ બ્રાંતિ હોતી નથી, અબ્રાંતિ જ વર્તે છે (૪) અમુક ક્રિયા કરી કે ન કરી, એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ કિયાથકી પણ અર્થવિધી એવું અકાજ થાય, ઈષ્ટફલરૂપ પરમાર્થ કાર્ય ન થાય (જુઓ પૃ. ૮૬) આ પણ ભ્રાંતિ છે. પણ અત્રે આ દૃષ્ટિમાં તે સમ્યમ્ ઉપયોગવંતપણને લીધે જાગ્રતિવાળા સમ્યગદષ્ટિ પુરુષને તેવી ભ્રાંતિ પણ ઉપજતી નથી. આમ શાંતપણાને લીધે, વિપર્યાસરહિતપણાને લીધે, અને ઉપયોગવંતપણાને લીધે અત્રે ચિત્ત સર્વ પ્રકારે અબ્રાંત હોય છે-સ્થિર હોય છે. એટલે સમ્યગદષ્ટિ પુરુષ જે વંદનાદિ ક્રિયા કરે છે તે પણ અબ્રાંત હોય છે, અર્થાત્ યક્ત ક્રમને બરાબર સાચવીને તે તે ક્રિયા બ્રાંતિરહિતપણે કરે છે; પૂર્ણ ભાવપૂર્વક પરમ શાંતિથી, તાવિક લક્ષથી, ને તન્મય સ્થિર ઉપયોગથી કરે છે. જેમ કે