Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્થિરાષ્ટિ : ભ્રાંતિ દોષત્યાગ, સૂક્ષ્મ બેષ ગુણુપ્રાપ્તિ
--
શુદ્ધાશય થિર પ્રભુ ઉપયેગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનતું પામે, પરમ અમૃતરસ ધામજી. શીતલ॰ ”—શ્રી દેવચ'દ્રજી. તે વંદનાદિ કરે છે તેા સ્થાન, કાળ ને ક્રમ ખરાખર સાચવે છે, સૂત્ર શબ્દના અર્થ માં ઉપયાગ રાખે છે, બીજાને સ`માહ ન ઉપજે-વિક્ષેપ ન થાય તથા શ્રદ્ધા-સંવેગ સૂચવે એવા યુક્ત સ્વરે સૂત્રોચ્ચાર કરે છે; અને તે વંદનાદિ કરતાં તેના ભાવ-શમાંચ શુદ્દાશય થિર ઉલ્લસે છે, શુભાશય વધ`માન થાય છે, ને પ્રણામાદિની સંશુદ્ધિ ખરાખર પ્રભુ ઉપચાગે' જળવાય છે. આમ તેની વંદનાદિ ક્રિયા નિરતિચારપણાને લીધે અનઃ– નિર્દેષિ—નિષ્પાપ હોય છે. (જુએ પૃ. ૨૧૯-૨૨૦) તેમજ આ વંદનપ્રતિક્રમણાદિ ક્રિયા સૂક્ષ્મ ધથી સંયુક્ત એવી હેાય છે. સમ્યગ્દષ્ટિ પુરુષ જે કાઈ ક્રિયા કરે છે, તે તેની તાત્ત્વિક સમજણપૂર્વક સમ્યપણે કરે છે; કારણ કે તેને તત્ત્વનું સમ્યક્ સવેદન હાય છે, એટલે તેને અનુસરીને સ* ક્રિયા પ્રશાંત વૃત્તિથી, સંત્ર અત્યંત ઔદ્ભુકયરહિતપણે, ત્વરા રહિતપણે કરે છે. આમ સભ્યષ્ટિનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધ હાય છે. દાખલા તરીકે–સમ્યગ્દષ્ટિ પ્રભુભક્તિ કરે છે તે તાત્ત્વિક ભક્તિનું સ્વરૂપ સમજીને કરે છે. તે એમ જાણે છે કે આ પ્રભુ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, માટે મ્હારા પરમ પૂજ્ય છે. જે આ પરમાત્માનું સ્વરૂપ છે તે મ્હારા આત્માનું સ્વરૂપ છે. એટલે મ્હારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા પામવા માટે, શુદ્ધ આત્મસિદ્ધિ કરવા માટે, આ પ્રતિચ્છંદસ્થાનીય-શુદ્ધ આદર્શરૂપ પ્રભુ પરમ હેતુ હાઇ, મ્હારે તેનું પરમ પ્રખળ અવãંખન લેવા ચેાગ્ય છે.
k
(૪૫૯)
“પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય;
સમો જિન સ્વભાવ તા, આત્મભાનના ગુજ્ય.”—શ્રીમદ્ રાજચદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ “મારી શુદ્ધ સત્તા તણી પૂતા, તે તણેા હેતુ પ્રભુ તુંહી સાચા; દેવચંદ્રે સ્તબ્યા મુનિગણે અનુભવ્યો, તત્ત્વભક્ત ભવિક સકલ રાચા.”-શ્રી દેવચ’દ્રજી સૂક્ષ્મ બેધ ગુણની માસિ
અત્રે એય નામને પાંચમે ગુણુ પ્રગટે છે, કારણ કે ચેાથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણના ગુણુ પ્રગટયો, એટલે તેના લરિપાકરૂપે આ પાંચમી ષ્ટિમાં બેષ ગુણુ સ્વાભાવિક ક્રમે પ્રગટવા જોઇએ. અને તે બેષ પણ અત્રે સૂક્ષ્મતાવાળા હેાય છે. કારણ કે અત્રે ગ્રંથિભેદને લીધે વેધસવેદ્યપદની પ્રાપ્તિ હેાય છે અને આ વેવસવેલપદમાં જ સૂક્ષ્મબાધ ઘટે છે, એમ આગળ ચેાથી દૃષ્ટિના વૈદ્યસવેદ્યપદઅધિકારમાં વિસ્તારથી કહેવાઈ ચૂકયુ' છે, તેપણુ સંક્ષેપમાં ભાવનાથે તેની પુનરાવૃત્તિ કરી જઇએ, તેા તેનુ લક્ષણ આ પ્રમાણે કહ્યું. હતું:—સમ્યક્ હેતુ સ્વરૂપ ને ફુલના ભેદે કરીને વિદ્વત્