________________
દીપ્રાણિ : વાદૃષ્ટિના સાર
(૪૪૭ )
ભાગવિરક્ત જને ભવાતીત અગામી છે. તેના માર્ગ એક જ શમપરાયણ એવે છે, અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાની જેમ એક જ છે, કારણ કે સંસારાતીત પર તત્ત્વ ' નિર્વાણુ ' નામનું છે, તે શબ્દભેદ છતાં તત્ત્વથી નિયમથી એક જ છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ શબ્દોથી અન્યથી ઓળખાતું તે એક જ છે. કારણકે તેના લક્ષણુના અવિસંવાદથી નિરામાધ, નિરામય અને નિષ્ક્રિય એવું આ પર તત્ત્વ જન્માદિના અચેાગ્યથી હાય છે. એટલે અસમાહથી તત્ત્વથી આ નિર્વાણુતત્ત્વ જાણવામાં આળ્યે, પ્રેક્ષાવાને તેની ભક્તિની ખાખતમાં વિવાદ ઘટતા જ નથી. અને આ નિર્વાણુ તત્ત્વ નિયમથી જ સજ્ઞપૂર્વક સ્થિત છે. આ સર્વજ્ઞરૂપઋજુ મા નિર્વાણુને નિકટમાં નિકટ માગ છે, તે તે સજ્ઞના ભેદ કેમ હાય ? અને તે ન હેાય તા તેના ભક્તોને ભેદ્ય
સુમુક્ષુના એક જ શમમા
નિર્વાણુ તત્ત્વ એક જ
કેમ હાય?
ઃઃ
પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણેાજી, ભેદ લહે જગ દીન....મન૰”
ત્યારે સ્હેજે શ ́કા થશે કે તે પછી તે સજ્ઞાની દેશનાને ભેદ કેમ છે ? તેનું સમાધાન એમ છે કે શિષ્યના આનુગુણ્યથી-ગુણુ થાય એવા અનુકૂળપણાથી તે ચિત્ર-નાના પ્રકારની છે. કારણ કે ભવરાગના આ ભિષવરાએ જેને જે પ્રકારે ખીજાધાન આદિના સભવ થાય તેને તેવા પ્રકારે ઉપદેશ દ્વીધા છે. અથવા તે ખીજું કારણ એમ છે કે એએની દેશના એક છતાં શ્રોતાઓના વિભેદથી તેઓના અચિન્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે, અને તેનાથી તે સર્વના યથાભવ્ય-ચૈાન્યતા પ્રમાણે ઉપકાર પણ થાય છે. અથવા તે તે તે દેશ-કાલાગ્નિના નિયેાગથી તે તે નયઅપેક્ષાવાળી ચિત્ર દેશના ઋષિઓ થકી જ પ્રવત્તી છે, અને આ ઋષિદેશનાનુ મૂલ પણ તત્ત્વથી સર્વજ્ઞ જ છે. એટલા માટે સજ્ઞને અભિપ્રાય જાણ્યા વિના તેના પ્રતિક્ષેપ-વિરાધ કરવા યુક્ત નથી, કારણ કે તે પ્રતિક્ષેપ પરમ મહા અનર્થંકર છે. એટલે આ સર્વજ્ઞ વિષયમાં અધ જેવા છદ્મસ્થાએ વાદવિવાદ કરવા યુક્ત નથી, માટે મિથ્યાભિમાન હેતુપણાને લીધે શુષ્ક તક ગ્રહ મુમુક્ષુએ સર્વથા છેાડી દેવા ચેાગ્ય જ છે. મુમુક્ષુને તા તત્ત્વથી સČત્ર ગ્રહ અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્માં પણ છેડી દેવા પડે છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું?
દેશના ભિન્નતાના ખુલાસા
કુતર્ક ગ્રહ
ત્યાજ્ય
“ ધર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધમ સન્યાસ;
તા ઝઘડા અઞા તણેાજી, મુનિને કવણુ અભ્યાસ ?....મન”