Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
હોમદષ્ટિ હોમાષ્ટિનો સાર
(૪૪૫) અજ્ઞાની અને નિષ્ફલ આરંભથી સંગત એવો હોય છે. એવા અવગુણઅઘસવેદ્ય વંતને બોધ અસત પરિણામથી અનુવિદ્ધ-પરોવાયેલ હોઈ વિષમિશ્રિત પદ અને જેમ સુંદર નથી હતો. એટલે આ અઘસ વેદ્ય પદવાળા મનુષ્ય
વિપર્યાસપરાયણ ને વર્તમાનદશી હાઈ હિતાહિતના વિવેકમાં અંધ હોય છે, એટલે સંસારનું પ્રગટ દુઃખમય સ્વરૂપ દેખતાં છતાં તેઓ અતિમોહને લીધે તેથી ઉદ્વેગ-કંટાળે પામતા નથી, અને ભેગમાં આસક્ત રહી આ જડ જને પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે-બાંધે છે. કર્મભૂમિને વિષે મનુષ્યપણારૂપ પરમ ધર્મ બીજ પામીને પણ આ અલ્પમતિ જનો આ બીજની સત્કર્મરૂપ ખેતીમાં પ્રયત્ન કરતા નથી, પણ ગલ જેવા તુચ્છ ને દારુણ ઉદયવાળા કુસુખમાં સક્ત થઈ સચેષ્ટા-સતૂઆચરણ છોડી દે છે! અહો ! આવા આ દારુણ તમને ધિક્કાર છે! આવું આ અદ્યસંવેદ્ય પદ અધપણુરૂપ હેઈ દુર્ગતિમાં પાત કરનારું—પાડનારું છે, અને તે સત્સંગ-આગમ ગવડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં જીતવા ગ્ય છે,-અન્ય સમયે જતાવું અશકય છે.
“એવા અવગુણવંતનું જી, પદ જે અવેવ કઠોર
સાધુસંગ આગમ તણાજી, તે જ ધુરંધર....મનમોહન” અને આ અવેધસંવેદ્ય પદ છતાયું હોય છે ત્યારે મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆપ નિયમથી ટળે છે. આ કુતર્ક બેધને ગરૂપ છે, શમને અપાયરૂપ, છે શ્રદ્ધાને
ભંગ કરનાર અને અભિમાન ઉપજાવનાર છે. આમ કુતર્ક પ્રગટપણે વિષમ કુતર્કગ્રહ ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે. એટલા માટે મુમુક્ષુઓને આવા નિવૃત્તિ દુષ્ટ કુતર્ક માં અભિનિવેશ-આગ્રહ કર યુક્ત નથી, પણ કૃતમાં,
શીલમાં, સમાધિમાં અને પરોપકારમાં તે કર યુક્ત છે. તેમજ – સર્વેય વિકલ્પ અવિદ્યાસંગત છે. અને તેઓની યોજનારૂપ આ કુતર્ક છે, તે એથી શું પ્રયોજન છે? વળી આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–zષણાભાસપ્રધાન છે, અને પ્રતીતિથી–ફલથી બાધિત છે. હાથી મારવા દોડતે હોય ત્યારે આ હાથી દૂર રહેલાને હણશે કે નિકટ રહેલાને હણશે? એવા મૂખ વિકલ્પ જેવો આ કુતર્ક છે. ઈત્યાદિ અનેક પ્રકારના દેષ આ કુતર્કથી ઉપજે છે તેથી આવા દુષ્ટ અનિષ્ટ કુતર્કનું શું કામ છે?
અને વિચારવંત જીવોને પ્રયાસ તો અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તકને ગોચર હેતે નથી, પણ આગમને જ ગોચર હોય છે એટલે આ આગમપ્રધાન, સલ્ટાદ્ધ, શીલવાન એ યોગતત્પર પુરુષ અતીન્દ્રિય અર્થોને જાણે છે, અને તેવા પ્રકારે મહામતિ પતંજલિએ પણ કહ્યું છે-“આગમથી, અનુમાનથી અને ગાભ્યાસરસથી એમ પ્રજ્ઞાને ત્રણ પ્રકારે પ્રયોજતાં પુરુષ ઉત્તમ તત્ત્વને પામે છે.”
અને તત્વથી ઘણા સર્વ ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માને તે તેના