________________
(૪૪૬)
ગદષ્ટિસમુચ્ચય અતિભક્તોને મહ છે. કારણ કે સર્વજ્ઞ નામનો જે કઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ
છતાં તત્વથી સર્વત્ર એક જ છે. તેથી તેની સામાન્યથી જ જેટલાઓની સર્વજ્ઞ તવ પ્રતિપત્તિ-માન્યતા છે, તે સર્વેય તેને પામેલા છે એવી પર ન્યાયગતિ અભેદ છે. અને તેને વિશેષ તે સંપૂર્ણપણે સર્વ અસવદશીએથી જણાતે
નથી, તેથી સામાન્યથી પણ એ સર્વજ્ઞને જે નિર્વ્યાજ પણે-નિષ્કપટપણે તેના આજ્ઞાપાલનમાં તત્પર થઈ માનતા હોય, તે તેટલા અંશથી જ ધીમે તેને મન તુલ્ય જ છે,-એક રાજાના ઘણુ સેવકની જેમ. અત્રે બીજી યુક્તિ પણ છે.–દેવની ભક્તિ બે પ્રકારની છે–ચિત્ર અને અચિત્ર. તેમાં જે સંસારી દે છે તેની ભક્તિ વિચિત્ર પ્રકારની છે, કારણ કે તેઓનું સ્વરૂપ વિચિત્ર પ્રકારનું છે, અને તે ભક્તિમાં મોહગર્ભપણને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ અને અનિષ્ટ દેવ પ્રત્યે દ્વેષ હોય છે. પણ સંસારતીત એવા પર મુક્ત તત્વની જે ભક્તિ છે, તે અચિત્ર છે, અને તે સંમેહના અભાવને લીધે શમસારા જ-શમપ્રધાન જ હોય છે.
“નહિં સર્વ જજુઆ, તેહના વળી દાસ;
ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ.મનમોહન” તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંધિ-આશય પ્રમાણે ભિન્ન ફળ હોય છે, અને તે જ આશય અહીં કૃષિકર્મમાં પાણીની પેઠે પરમ છે–પ્રધાન છે. આ આશય પણ
રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેધના ભેદ પ્રમાણે બુદ્ધિ-જ્ઞાન- અનેક પ્રકારના ભેદ વાળ હોય છે, કારણ કે બે ત્રણ પ્રકારને હેાય છે: અસંમોહ (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન, (૩) અસંમેહ. તે બધથકી સર્વ કર્મોમાં
ભેદ પડે છે. તેમાં ઇક્રિયાથને આશ્રય કરે તે બુદ્ધિ છે, આગમપૂર્વક હોય તે જ્ઞાન છે, અને સદનુષ્ઠાન યુક્ત જે જ્ઞાન તે અસહ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિશ્વ, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, તજજ્ઞ બુધજનની સેવા, અને તેમને અનુગ્રહએ આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. પ્રાણીઓના સર્વ કર્મો સામાન્યથી બુદ્ધિપૂર્વક હોય છે, અને વિપાકવિરસપણને લીધે તે સંસારફલ આપનારા છે. કુલગીના જે કર્મ છે તે જ્ઞાનપૂર્વક હોય છે, અને તે અમૃત સમી શ્રુતશક્તિના સમાવેશથી અનુબંધફલપણુંથકી મુક્તિને અંગરૂપ હોય છે, અને અસંમેહથી ઉપજતા કર્મો એકાંત પરિશુદ્ધિથકી શીધ્ર મેક્ષફળ આપનારા હોય છે આ અસંમેહ કર્મ ભવાતીત અથગામી મુમુક્ષુઓને જ હોય છે.
“બુદ્ધિ ક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ;
અસંમેહ કિરિયા દીએજી, શીવ્ર મુગતિફલ ચંગ....મનમેહન” અહીં પ્રાકૃત ભાવોમાં-કારમી પુદ્ગલ રચનામાં જેનું ચિત્ત નિરુત્સુક છે, તે ભવ