Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૪૮)
ગદસિમુદાય તેથી મહતુ પુરુષના માર્ગને સમ્યકપણે આશ્રી વિચક્ષણેએ તેના અતિક્રમ રહિતપણે યથાન્યાય વર્તવા યોગ્ય છે. તે મહતુ પુરુષોને માર્ગ સામાન્યથી સંક્ષેપમાં આ છે :(૧) અહીં સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી વજેવી, (૨) પરોપકારમાં સદૈવ યત્ન કરે, (૩) ગુરુએ, દેવતા, વિપ્રો, અને તપોધન યતિએ-એ મહાત્માઓને સુપ્રયત્ન ચિત્તથી યથાયોગ્યપણે પૂજવા, (૪) પિતાના કર્મોથી જ અત્યંત હણાયેલા એવા મહાપાપી પ્રાણીઓ પ્રત્યે પણ અત્યંત અનુકંપા રાખવી, –નહીં કે મત્સર. આ ધર્મ ઉત્તમ છે.
ઈત્યાદિ ગુણગણ પ્રાપ્ત કરી, જે સર્વ કુતર્ક-અભિનિવેશ ત્યજી ચાર દૃષ્ટિ પામે છે, તે હવે અમૃત ઘનવૃષ્ટિ સમી પાંચમી થિરા દૃષ્ટિ પામશે.
“અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ.
...મનમોહન જિનાજી! મીઠી તાહરી વાણુ.” છે. દ. સક્ઝાય
યોગદષ્ટિ કળશ કાવ્ય
ઃ શાલિનીઃ દીપામાંહી દીપ શા બોધ દીપે, દીપતિ તે ચિત્ત ઉત્થાન ઝીપે; પ્રાણાયામે આત્મને તે ભરે છે, ને પ્રીતેથી તત્ત્વશ્રુતિ કરે છે. ૫૭ બાહિરભાવે રેચકે બહાર કાઢે, અંતરભાવ પૂરકે ગાઢ વાધે; તેને યોગી કુંભકે સ્થિર ધારે, ભાવે પ્રાણાયામ તે આમ ત્યારે. ૫૮ પ્રાણાયામે પૂર્ણ તે એહ સ્થાને, પ્રાણથીયે ધર્મ મેટો જ માને, પ્રાણેને તે ધર્મ અર્થે ત્યજે છે, ના પ્રાણથે ધર્મને તે ત્યજે છે. ૫૯ સુહદ્ સાચે એક ધર્મ થાયે, મૂઆની યે પાછળે જેહ જાયે; બાકી બીજું તે બધુ બળે છે, કાયા સાથે ખાખમાંહી ભળે છે. ૬૦ આવી રૂડી ધર્મની ભાવનાથી, તત્ત્વશ્રુતિ તત્પર થાય આથી; પ્રાણથીયે ધર્મ માટે કહે છે, શણુ” તેનું ભક્તિભાવે ગ્રહે છે. ૬૧ ખારું પાણી છોડી મીઠા જલેથી, આવે બીજે અકરા જે રૉતેથી તેવી રીતે તત્વશ્રુતિ પ્રભાવે, અંકુરા તે યોગના બીજ પાવે. દર ખારા પાણી તુલ્ય સંસાર પાણી, તવશ્રુતિ મિષ્ટ વારિ સમાણી, કલ્યાણ સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લ્હાવો મળે છે. ૬૩ શ્રી સદ્ગુરુ ભક્તિ કેરા પ્રભાવે, તીર્થ સ્વામી દર્શન પ્રાપ્ત થાવે; ધ્યાને સ્પશી” તે સમાપત્તિ ભાવે,-નિર્વાણે જે એક હેતુ ધરાવે. ૬૪