________________
(૪૦૪)
યોગદષ્ટિસમુચય
અર્થ છે, માટે નિર્વાણને લક્ષણમાં અને સદાશિવ આદિના લક્ષણમાં વિસંવાદ નથી, અવિસંવાદરૂપ એકતા છે. અર્થાત્ નિર્વાણ, સદાશિવ આદિ એકસ્વરૂપ છે, એક જ છે, એમ અત્યંત પ્રસિદ્ધ થયું.
અને આમ એક એવું આ નિર્વાણુતત્ત્વ કેવું છે? તે કે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું તે પરમ તત્ત્વ છે. તે આ પ્રકારે-(૧) નિરાબાધ–સર્વ આબાધાઓમાંથી તે બહાર નીકળી ગયેલું છે; આબાધા અર્થાત લેશમાત્ર બાધાથી પણ તે રહિત છે, અવ્યાબાધ સ્વરૂપ છે. અને આવું અવ્યાબાધ સ્વરૂપ તે પદ હેવાથી, ત્યાં એકાંતિક, આત્યંતિક, સહજ, સ્વાધીન એવું અનુપમ અવ્યાબાધ આત્મસુખ નિરંતર અનુભવાય છે. (૨) નિરામય-આમય એટલે કેઈપણ જાતના દ્રવ્ય-ભાવરોગને ત્યાં અભાવ છે. દેહને અભાવ છે, એટલે શરીર સંબંધી કઈ પણ દ્રવ્ય રેગને ત્યાં સંભવ જ નથી. અને આત્માની અત્યંત પરિશુદ્ધિ વર્તે છે, એટલે રાગ-દ્વેષ-મહ આદિ ભાવ રોગને પણ બીલકુલ અભાવ છે. આમ દ્રવ્યથી ને ભાવથી આ પદ નિરામય, નીરોગી છે, અને અત્રે આત્માનું પરમ ભાવ આરોગ્ય, સ્વરૂપસ્થિતિરૂપ પરમ સ્વાથ્ય વર્તે છે. (૩) નિષ્ક્રિય છે. નિબંધનને-કારણનો અભાવ છે, એટલે કાર્યને અભાવ છે. અત્રે સર્વ કમને નિઃશેષ નાશ થઈ ગયું હોવાથી કમરૂપ પ્રેરક કારણ નથી, એટલે કાંઈ કર્તવ્ય પણ રહ્યું નથી. કારણ હોય તે કાર્ય હાય, કારણ ન હોય તે કાર્ય પણ ન હોય, એ સનાતન સામાન્ય નિયમ છે. આમ તે નિષ્ક્રિય છે.
એકાંતિક આત્યંતિક સહજ અમૃત સ્વાધીન હો જિનજી!
નિરુપચરિત નિદ્ધ% સુખ, અન્ય અહેતુક પીન હે જિનજી! “શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધે.”—શ્રી દેવચંદ્રજી
દેહાદિક સંયોગને, આત્યંતિક વિગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભેગ.”–શ્રીમદ્ રાજચંદ્રજીકૃત આત્મસિદ્ધિ.
આવું નિરાબાધ, નિરામય, ને નિષ્ક્રિય એવું તે પરમ તત્વ છે, કારણ કે જન્મ જરા-મરણને ત્યાં અાગ છે, સર્વથા અભાવ છે. એટલે સર્વ દુઃખનો ત્યાં આત્યંતિક અભાવ છે, કારણ કે “જન્મ-જરા ને મૃત્યુ” એ જ “મુખ્ય દુઃખના હેતુ” છે. અને “કારણ તેના બે કહ્યા, “રાગ દ્વેષ અણુહેતુ. પણ અત્રે તે મુખ્ય દુ:ખહેતુ આ જન્માદિ નથી, અને તેના કારણે રાગદ્વેષને પણ સર્વથા અભાવ છે. એટલે જ આ નિર્વાણરૂપ પરમ પદમાં કઈ પણ પ્રકારની બાધાનો, રેગને અને સંસરણરૂપ ક્રિયાનેસંસારને સર્વથા અસંભવ જ છે.
ઍપ (તાત્પર્ય) કહે છે—