________________
(૪૧૪)
ગદરિસરુસ્થય છોડને રક્ષવા માટે વ્રત-વૃત્તિરૂપ વાડનો પ્રબંધ કરી આપી, તેને તેવા પ્રકારનું સાધજલ પાયા કરી પરિવૃદ્ધિ પમાડે છે.
અને પછી ખૂબ કાળજીથી-માવજતથી છેડને ઉછેરીને જેમ માલી તે છેડ ફલફૂલથી શેભતું વૃક્ષ થાય તેવું કરે છે; તેમ આ ભિષગુવારે પણ શિષ્યને બેધરૂપ છોડ
મોક્ષવૃક્ષરૂપ બને એમ કરે છે. આમ જેમ કુશલ માલી બીજાધાનથી વૃક્ષ માંડીને ફલભારથી નમ્ર વૃક્ષ થવા પર્યત છેડની કાળજીભરી સંભાળ
લે છે, તેમ આ મહાનિપુણ વૈદ્યરાજે શિષ્યને સાનુબંધ બીજાધાનાદિ થાય, અર્થાત્ સમ્યગુ બાધબીજ ઊગી નીકળી, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પામી, યાવત્ મેક્ષફળ પ્રાપ્ત થાય, તેમ ઉપદેશામૃત જલધારા વહાવી નિષ્કારણ કરુણાથી કાળજીભરી સંભાળ લે છે.
કારણ કે આવા પરમ વિવેકી, પરમ કૃપાળુ, પરમ કૃપાનિધાન આ ભાવ-વૈદ્યરાજોને એકાંત હેતુ ગમે તેમ કરીને શિષ્યનું કલ્યાણ કરવાનું છે. જેમ સવૈદ્યનો હેતુ રોગીને
જેમ બને તેમ જલદી રોગમુક્ત કરવાને-સાજો કરવાનો જ હોય છે, એકાંત શિષ્ય પછી ગમે તે એસડથી સારો થતો હોય, તે તે ઓસડ તે નિ:સંકેચકલ્યાણ હેતુ પણ અજમાવે છે. તેમ આ ભવરોગના ભિષવરો પણ જે ઉપદેશ
ઔષધિથી આ જીવને ભવરોગ મટે, તેની આત્મબ્રાંતિ ટળે, તે ઔષધિનો નિ:શંક પ્રયોગ કરતાં અચકાતા નથી, કારણ કે તેઓનો એકાંત હેતુ જેમ બને તેમ જલદી જીવને ભવરૂપ ભાવોગ મટાડવાનો છે. જવની આત્મબ્રાંતિ ને તેથી થતી ભવભ્રાંતિ દૂર કરવાનો છે; એટલે નિત્યપ્રધાન દેશનાથી શિષ્યને ગુણ થાય એમ છે એવું લાગ્યું, તે તેઓએ નિત્યદેશના ઉપર ભાર મૂક્યો; અને અનિત્યપ્રધાન દેશનાથી લાભ થાય એમ છે એવું દેખ્યું તે અનિત્યદેશના પર ભાર મૂક્યો. જ્યાં જેમ ઘટે તેમ વિવેક વાપરી તેઓએ યથાયોગ્ય ઉપદેશ દીધો. આમ પરમાર્થ હેતુએ કરીને સર્વોની દેશનામાં ભેદ પડ્યો હશે, એમ આશય સમજાય છે.
આત્મબ્રાંતિ સમ રોગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પધ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન ”—શ્રી આત્મસિદ્ધિ પરિહારાન્તર-બીજા પ્રકારને શંકાનો પરિહાર (સમાધાન) કહે છે–
एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः ।
अचिन्त्य पुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ॥ १३६ ॥ કૃત્તિ-પારિ રેરાના–દેશના એક છતાં તેના મુખમાંથી વિનિમન-નીકળવાને આશ્રીને એક છતાં, તેણ-આ સર્વજ્ઞાની, યદ્દા-અથવા તો, શોકૂવમેરત-શ્રોતાઓના વિભેદથી, તથા ભવ્યતાના ભેદ કરીને, નિપુણતા -અચિન્ત પુણ્યના સામર્થ્યથકી, એટલે કે પર બેધના આશ્રયથકી ઉપજેલા કર્મના વિપાકને લીધે, એમ અર્થ છે, તથા–તેવા નિત્ય આદિ પ્રકાર, ત્રિવિમારે-ચિત્ર અવભાસે છે.