Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રાણિ: સન ભેદકલ્પના અયુક્ત-જન્માંધ મનુષ્યા ને હાથી
(૪૨૫)
વળી આ અંધજનેામાં કાઇ ચંદ્ર વાંકે છે, કાઇ ત્રાંસા છે, કેાઇ ચેારસ છે, એમ કહી તેના ભેદની પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, નીતિથી વિરુદ્ધ છે. કારણ કે જે ચંદ્રને દીઠો જ નથી, તેના સ્વરૂપ સબંધી ગમે તે કલ્પના કરવી તે કલ્પના જ છે, સત્ય નથી. તેમ છદ્મસ્થ જના, સર્વજ્ઞ આવા છે કે તેવા છે વગેરે તેના ભેદ સબધી પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, બેહૂદુ છે; કારણ કે જે સર્વજ્ઞને પેાતે દીઠા જ નથી, તેના સમી ગમે તે કલ્પનાના ઘેાડા દેડાવવા તે મિથ્યા કલ્પનારૂપ જ છે, સત્ય નથી. અને જે ચંદ્ર પેાતાને દેખાતા નથી, તે ચંદ્રના વિવિધ ભેદ કલ્પી, આંધળાએ તે સબધી ઝઘડા કરે, તા તે તેા કેટલું બધું બેહૂદુ કહેવાય ? તેમ જે સજ્ઞ પાતે દીઠા નથી, તે સČજ્ઞના જૂદા જૂદા ભેદ કલ્પી, છદ્મસ્થા તે ભેદ સંખશ્રી મિથ્યા વાદવિવાદ કરે, સામસામા પ્રતિક્ષેપ કરે, પરસ્પર ખડન-મંડનમાં ઉતરી પડે, તે તા અત્યંત અયુક્ત છે જ, એ આ ઉપરથી ફલિત થાય છે. અત્રે જન્માંધ મનુષ્યા હાથીનું દૃષ્ટાંત ઘણું અધખેતુ છે. તે આ પ્રકારે—
ભેદ હેપના
અયુક્ત
જન્માંધ મનુષ્યા ને હાથી
કાઇ એક સ્થળે એક હાથી આવ્યો. એને જોવા માટે છ જન્માંધ પુરુષા ગયા. તે આંધળાઓએ હાથીને હાથ લગાડીને તપાસી જોયા. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તેને હાથી સાંખેલા જેવા લાગ્યા. ખીજાના હાથમાં દતૂશળ આવ્યું એટલે તેને તે ભૂંગળા જેવા લાગ્યા. ત્રીજાના હાથમાં કાન આવ્યા, એટલે તેને તે સૂપડા જેવા લાગ્યા. ચેાથાના હાથમાં પગ આવ્યો, એટલે તેને હાથી થાંભલા જેવા જણાયા. પાંચમાના હાથમાં ઉદર આવ્યું, એટલે તેને તે મષક જેવા જાયા. છઠ્ઠાના હાથમાં પૂંછડું આવ્યું, એટલે તેને તે સાવરણી જેવા જણાયેા. આ ઉપરથી તેઓએ પેાતાતાના અભિપ્રાય બાંધ્યા અને પછી એક બીજાને જણાવ્યો. પછી દરેક પાતપેાતાના અભિપ્રાયમાં મક્કમ હાઈ, પાતે જ સાચા છે ને બાકીના બીજા બધા ખાટા છે, એમ આગ્રહ કરી પરસ્પર ઝઘડા કરવા લાગ્યા, મિથ્યા ચર્ચામાં ઉતરી પડયા, ને તકરાર વધી પડી !
ત્યાં કાઈ એક દેખતા દૃષ્ટિવાળા મનુષ્ય આવી ચઢ્યો, અને તે તેને નિવારીને ખેલ્યા કે—અરે ! ભલા માણસા ! આ તમે ફોગટ ઝઘડા શા માટે કરે છે ? તમે બધાય ખાટા છે ને તમે બધાય સાચા છે ! કારણ કે હાથી આવા જ છે એવા તમારા આગ્રહથી તમે ખાટા છે, અને અમુક અ`ગની અપેક્ષાએ હાથી આવા છે એ રીતે તમે સાચા છે. જુઓ ! હાથીની સૂંઢને આકાર સાંબેલા જેવા છે, દતૂશળના આકાર ભૂંગળા જેવા છે, કાન સૂપડા જેવા છે, પગ થાંભલા જેવા છે, પેટ મષક જેવું જણાય છે, અને પૂછ ુ‘