________________
(૪૩૪)
યોગદરિસસુરાય
વિવેચન
અને આ એમ તે છે નહિ અર્થાત્ ઘણા ઘણા કાળે પણ હેતુવાદથી અતીન્દ્રિય તત્વને નિશ્ચય હજુ પ્રાસજનથી પણ થઈ શક્યો નથી, તેથી કરીને મિથ્યાભિમાનના
હેતુરૂપ આ શુષ્ક તર્કને મહા રૌદ્ર-ભયંકર ગ્રહ, ભવબંધનથી શુષ્ક તર્ક ગ્રહ ખરેખર છૂટવા ઈચ્છનારા મુમુક્ષુજને એ છોડી જ દેવો જોઈએ, કારણ મુમુક્ષુએ કે આ શુષ્ક તર્કવાદ ખરેખર! “શુષ્ક જ' છે. એમાં કાંઈ રસ-આદ્રતા ત્યાજ્ય નથી. સુક્કી, હૃદય સ્પર્શ વિનાની યુક્તિઓની વાજાલમય લડાઈ જ
એમાં છે. વેળુને ગમે તેટલું પલતાં પણ જેમ તેમાંથી તેલરૂપ સાર નીકળે નહિ, તેમ ગમે તેટલું પીલતાં પણ–પિષ્ટપેષણ કરતાં પણ શુષ્ક તર્કવાદમાંથી તત્વરૂપ સાર નીકળે નહિં. અને મુમુક્ષુ તે તત્વને જ ખપી છે. તે આવા નિસાર નીરસ શુષ્ક તને કેમ ગ્રહે વારુ? વળી આ શુષ્ક તર્ક ગ્રહ ખરેખર! ગ્રહ જેવો જ છે. પૂર્વે કહ્યું હતું તેમ ગ્રહ એટલે ભૂતપિશાચ, અથવા અનિષ્ટ ગ્રહ, અથવા મગરમચ્છ. (૧) ભૂતપિશાચરૂપ ગ્રહથી જે ગ્રસ્ત હાય, જેને ઝાડ વળગ્યું હોય, તેના ભુડા હાલહવાલ થાય છે ને તેને તે ગ્રહમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડે છે તેમ આ શુષ્ક તર્કવાદરૂપ ગ્રહથીભૂતથી જે આવિષ્ટ થયો હોય, એ ભૂત જેને ભરાયું હોય, તેની ભારે બૂરી દશા થાય છે, ને તેના ગ્રહમાંથી–પકડમાંથી છૂટવું ભારી થઈ પડે છે. (૨) અથવા અનિષ્ટ પાપ ગ્રહ જેને નડતો હોય, તેને ભારી વસમી પીડા સહવી પડે છે, તેમ આ તકવાદરૂપ અનિષ્ટ ગ્રહથી જે પીડાતા હોય, તેને પિતાને હાથે હોરેલી ભારી કનડગત ભેગવવી પડે છે, અને તેની અસરમાંથી તે સહેલાઈથી છૂટી શકતું નથી. (૩) અથવા જે મગરથી પ્રસા હોય, તેને તેના જડબામાંથી છટકવું ભારી કઠિન થઈ પડે છે; તેમ શુષ્ક તકરૂપ મગરના ગ્રહથી જે ગ્રહાયે હય, તેને તેની ચુંગાલમાંથી છૂટવું અતિ દુષ્કર થઈ પડે છે. આમ ત્રણે અર્થમાં પિતે રહેલા શુષ્ક તકરૂપ ગ્રહથી શુષ્કત ગ્રાહી પિતાની મેળે જ દુ:ખી થાય છે. આવા અનિષ્ટ દુષ્ટ શુષ્ક તર્ક ગ્રહને આત્માર્થગ્રાહી મુમુક્ષુ કેમ ગહે?
તેમજ આ શુષ્ક તક ગ્રહ મહાન છે, અતિ રેઢ છે, મહા ભયંકર છે. એનું પરિણામ પિતાને માટે તે પરને માટે મહા રૌદ્ર છે-દારુણ છે. કારણ કે આનં–રૌદ્ર ધ્યાનથી વાદી-પ્રતિવાદી બનેને હાનિ થાય છે. મહા તાકિ કશિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પિતાની લાક્ષણિક શૈલીમાં વર્ણવ્યું છે તેમ-જે કોઈ પ્રકારે પોતાનો વિજય થાય છે તે તે એટલે બધે પરિતેષ પામે છે કે મર્યાદાને ભંગ કરી એ પોતાની બડાઈ હાંકી ત્રણે લોકોને ખલ બનાવે છે! અને પોતે જે કોઈ પ્રકારે બીજાથી છવાઈ જાય છે તે કપાંધ થઈ જઈ, પ્રતિવાદી પ્રત્યે ઘાંટા પાડી–બરાડા પાડી, આક્રમણ કરતે સતે પોતાનું