________________
(૧૨)
યોગદષ્ટિસમુચ્ચય આવું સદ્દબુદ્ધિગમ્ય ન્યાયપ્રસિદ્ધ વસ્તુસ્વરૂપ જ્ઞાની એવા સર્વની જાણ બહાર હાય, એમ કેમ બને? ન જ બને. તેવું યથાર્થ વસ્તુસ્વરૂપ તેઓ અવશ્ય જાણતા જ હેવા જોઈએ, પરંતુ શિષ્યના હિતહિતુએ તેઓએ તેવા તેવા પ્રકારે ગૌ-પ્રધાન ભાવથી જુદી જુદી દેશના કરી છે, માટે તે અદુષ્ટ જ છે, નિર્દોષ જ છે, કારણ કે નિત્ય દેશના કરતાં પર્યાયને ગૌણુભાવ, અને અનિત્ય દેશના કરતાં દ્રવ્યને ગૌણુભાવ, તે મહાનુભાવોના હૃદયમાં હોવો જ જોઈએ. કઈ પણ દેશના અમુક નય-અપેક્ષાના પ્રધાનપણથી ને અન્ય અપેક્ષાના ગૌણપણથી જ થઈ શકે કારણ કે વચનમાં એક વખતે એક અપેક્ષા જ આવી શકે, અને જ્ઞાનમાં તે સર્વ અપેક્ષા એકી સાથે ભાસ્યમાન થાય, છતાં વચનથી તે અનુક્રમે એક એક અપેક્ષા જ ગૌણ-મુખ્યભાવે કહી શકાય. એટલે તે મહાનુભાવનું કથન એકાંતિક નથી, એમ આશય સમજાય છે.
“કુંથુનાથ પ્રભુ દેશનારે, સાધક સાધન સિદ્ધિ; ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિરે. કુંથુ જિનેસરૂ! વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામે;
ગ્રાહક અવસર બેધથી રે, કહેવે અર્પિત કામે રે. કુંથુ”—શ્રી દેવચંદ્રજી. અને તેવા પરમ ઉપકારી મહાત્મા મહાપુરુષે આમ કરે એમાં આશ્ચર્ય નથી, કારણ કે કોઈ પણ પ્રકારે આ જીવને સંસારરૂપ મહારોગ મટે એ જ તેમને મુખ્ય ઉદ્દેશ
હતું. એટલે ભવ્યાધિના ભિષગવરે-વૈદ્યરાજે જેવા આ સર્વજ્ઞાએ ભવવ્યાધિના તે તે જીવની પ્રકૃતિ એળખી, તેને માફક આવે અનુકૂળ પડે, ગુણ ભિષગવરે કરે, એવી દેશના ઔષધિ તેઓને આપી. વ્યવહારમાં પણ કુશળ
વૈદ્યરાજ હોય તે રોગીની પ્રકૃતિ એળખી, રોગનું નિદાન પારખી, બરાબર ચિકિત્સા કરી, તેને યોગ્ય અનુપાનયુક્ત ઔષધાદિ આપે છે. તેમાં પિત્ત પ્રકૃતિવાળાને જે ઔષધ માફક આવે, તે કફવાળાને ન આવે, કફવાળાને સદે, તે પિત્ત પ્રકૃતિને ન ફાવે; વાત પ્રકૃતિને ગુણ કરે, તે કફપ્રકૃતિને અવગુણ કરે; ઈત્યાદિ અપેક્ષા લક્ષમાં રાખી તે ઔષધ પ્રયોગ કરે છે. તેમ આ ભવરગના વૈદ્યરાજ મહાત્મા સર્વાએ પણ તેવા તેવા પ્રકારે જીવની પ્રકૃતિ પ્રમાણે વિવેક કરીને તેવી ભિન્ન ભિન્ન દેશનાઔષધિને ૧ પ્રયોગ કર્યો છે, એમ સમજાય છે.
આ ઉપરથી શું? તે કહે છે– *" विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनाईतः ॥
न चैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः । सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥" “અન્ય વમિરત્યે મેતરાથનિવૃત્તશે વિ સર્વમેવેતિ યુદ્ધનોવાં કામના !”
–શાસ્ત્રવાર્તાસમુચ્ચય