________________
દાહઃિ કાદિ સાપેક્ષ ઋવિદેશનાનું મૂલ સવારના
(૪૧૯) વિવેચન “રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિન કાલ;
ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ”–શ્રીમદ્ રાજચંદ્રજી. અહીં વળી પ્રસ્તુત વાતને બીજા પ્રકારે ખુલાસો કર્યો છે. તે કાળના આદિના નિરોગથી તે તે નયની અપેક્ષાવાળી આ ચિત્ર દેશના કપિલ આદિ ઋષિઓ થકી જ
પ્રવતી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વદેશના જ છે, કાલાદિ સાપેક્ષ કારણ કે સર્વજ્ઞપ્રવચનના અનુસારે જ તેની તથા પ્રકારે પ્રવૃત્તિ છે. આમ ચિત્ર ઋષિદેશના તે તે દેશના ચિત્ર-જુદી જુદી ભાસે છે, તેનું પ્રકારાંતરે આ યુક્તિયુક્ત
કારણ પણ સંભવે છે કે-તેવી જુદી જુદી દેશના સ્વયં ત્રષિઓ થકી જ ચાલી આવી છે, અર્થાત્ કપિલ આદિ ઋષિઓએ જ તેવી ભિન્ન ભિન્ન દેશના પ્રવૃત્તિ કરી છે. અને તેમ કરવામાં તેઓ દેશ-કાલ આદિ જોઈ વિચારીને પ્રવર્યા છે. સર્વત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ જેઈને પ્રવર્તવું એ વિચક્ષણનું કર્તવ્ય છે એ નિયમ છે. એટલે એ મહાનુભાવોએ દુઃષમ કાળ-કરાલ કલિકાલ વગેરે પરિસ્થિતિ લક્ષમાં - લઈને, અને જીવોના સર્વ-સંવેગ ને વિજ્ઞાનવિશેષ ખ્યાલમાં રાખીને અનુશાસન કર્યું છે,
વ્યાસ્તિક આદિ નયની અપેક્ષાએ જાતજાતની દેશના કરી છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે કહ્યું છે કે –
" देशकालान्वयाचारवयःप्रकृतिमात्मनाम् ।
વિવેગવિજ્ઞાનવિશેષ જવાનુશાસનમ્ ” –ાત્રિશત દ્વાત્રિ શિકા. દેશકાળાદિ જોતાં જો નિત્યદેશના ઉપકારી લાગી, તે તેઓએ દ્રવ્યાસ્તિક નયના પ્રધાનપણે ઉપદેશ કર્યો, જે અનિત્ય દેશના ઉપયોગી લાગી, તે પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કર્યો, અથવા અન્ય કોઈ અપેક્ષા કાર્યકારી લાગી, તે તેને પ્રધાનપદ આપી ઉપદેશ કર્યો. આમ તે તે નયને–અપેક્ષાવિશેષને આશ્રીને તેઓએ સર્વત્ર તેવી તેવી ઉપદેશ પદ્ધતિ અંગીકાર કરી છે કારણ કે ગમે તેમ કરી જીવની આત્મબ્રાંતિ દૂર કરી, તેને નિજ આત્મસ્વરૂપને લક્ષ કરાવી “ઠેકાણે આણુ” એ જ એક એમનો મુખ્ય ઉદ્દેશ હતું. એટલે એ જ એક વિવેક તેઓએ સર્વત્ર નિજ નિજ દર્શનમાં ગાય છે, અને તે સમજાવવા માટેની જુદી જુદી શૈલી-કથનરીતિ અખત્યાર કરી છે.
જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એજ વિવેક સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી.”
–પરમ તત્વદષ્ટા શ્રીમદ રાજચંદ્રજી,