Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રોમાદિ : અન્વય-વ્યતિરેકરૂપ સ્યાવાદી વસ્તુ અસુંદર છે. એટલા માટે, કહે, એક જગદ્વંદ્ય સનાતન શુદ્ધ ધર્મ શિવાય અને ક્યાંય વિવેકીઓએ આસ્થા કરવી યુક્ત છે?” આમ પાત્રભેદે તે તે શિષ્યના ઉપકાર હેતુઓ તે સર્વની દેશનાનો ભેદ પડ્યો હોય એમ સંભવે છે.
વળી તે સર્વ કાંઈ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણનારા ન હોય એમ નથી, જાણનારા હોય જ એ નિશ્ચય છે, નહિ તે તેમનું સર્વાપણું ઘટે નહિ. કારણ કે
અન્વયરૂપ દ્રવ્ય અને વ્યતિરેકરૂપ પર્યાય, એ બનેથી યુક્ત એવું અન્વય- વસ્તુસ્વરૂપ તેઓ ન જાણતા હોય, તે તેઓનું સર્વજ્ઞપણું શી રીતે ? વ્યતિરેકરૂપ અને અન્ય વ્યાપ્તિથી તે અન્વય-વ્યતિરેક અર્થાત્ દ્રવ્ય-પર્યાય એ વસ્તુ
બને મળીને ભેટાલેક વૃત્તિવાળી જ વસ્તુ છે, એ યુક્તિ-સુસંગત વાત
તે સામાન્ય બુદ્ધિવાળા બુધજન પણ સમજી શકે છે, તે પછી આ સર્વ ન જાણતા હોય, એમ કેમ બને? કારણ કે “ દ્રવ્ય વિનાનો પર્યાય નથી અને પર્યાય વિનાનું દ્રવ્ય નથી,' એમ અન્ય વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. આ દ્રવ્ય-પર્યાયની અ ન્ય વ્યાપ્તિ પણ તેને એકાંત ભેદ કે અભેદ માનવામાં આવતાં ઘટતી નથી. કારણ કે દ્રવ્ય-પર્યાયને એકાંત ભેદ માનવામાં આવે, તે અતિપ્રસંગની પ્રાપ્તિ થશે; એકાંત અભેદ માનવામાં આવે, તે તે બન્નેનું અક્યએકપણું થશે, તે પછી દ્રવ્ય-પથાય જુદા
માનવાની શી જરૂર પડી? અને આમ એકાંત ભેદ કે અભેદ માનવામાં “સ્યાદવાદ આવશે, તે શબ્દાર્થ પણ ઘટશે નહિં; કારણ કે સર્વત્ર અનુવસમજણ પણ ચાલ્યો આવે તે અન્વયે નામે ઓળખાય છે, અને એકત્ર વત્તી જુદી ખરી’ તરી આવે તે વ્યતિરેક કહેવાય છે. આમ શબ્દાર્થ પણ એકાંત પક્ષમાં
ઘટશે નહિ. વળી “અ ન્ય વ્યાપ્તિ’ એમાં “ અન્યાન્ય’ એ શબ્દો ભેદ સૂચવે છે, અને “વ્યાપ્તિ' એ અભેદ બતાવે છે. માટે એ બન્નેનો ભેદભેદ માનવામાં આવે તે જ અન્ય વ્યાપ્તિનો સંભવ થાય તાત્પર્ય કે અન્વય-વ્યતિરેકની* અન્ય વ્યાપ્તિથી વસ્તુ ભેદાદરૂપ જ છે, અર્થાત્ દ્રવ્ય-પર્યાયની અન્ય વ્યતિથી ભેદભેદ વૃત્તિવાળી વસ્તુ છે, વસ્તુ દ્રવ્ય-પર્યાયમય છે, એમ ન્યાયથી અવિરુદ્ધપણે સિદ્ધ છે. * " अन्वयो व्यतिरेकश्च ट्रव्यपर्यायसंज्ञितौ । अन्योन्यव्याप्तितो भेदाभेदवृत्त्येव वस्तु तौ ॥
नान्योऽन्यव्याप्तिरेकांतभेदेऽभेदे च युज्यते । अतिप्रसंगादैक्याश्च शब्दार्थानुपपत्तितः ॥ अन्योऽन्यमिति यभेदं व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योन्यव्याप्तिसंभवः ।। एवं न्यायविरुद्धेऽस्मिन् विगेधोद्भावनं नृणाम् । व्यसनं वा जडत्वं वा प्रकाशयति केवलम् ।।"
ઇત્યાદિ (વિશેષ માટે જુઓ) શ્રી હરિભદ્રસૂરિકૃત શાસ્ત્ર વાર્તાસમુ , સ્તબક. ૭ "णत्थि विणा परिणाम अत्थो अत्थं विणेह परिणामो । व्वगुणपज्जयत्थो अत्थो अत्थित्तणिव्वत्तो॥"
–શ્રી કુંદકુંદાચાર્યજીપ્રીત પ્રવચનસાર, અર્થાત–પરિણામ વિનાને અર્થ નથી, અને અર્થ વિનાને પરિણામ નથી. દ્રવ્ય-ગણુ-પર્યાયસ્થિત અર્થ અસ્તિત્વથી સિદ્ધ થાય છે.