Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીમાદષ્ટિ શિખ્ય હિતાર્થ દ્રવ્યપ્રધાન-૫ર્યાયપ્રધાન દેશના
(૪૦૯) ચિત્ર દેશના એહની, શિષ્ય આનુગુણ કાજ;
કારણ એહ મહાત્મા તે, ભવવ્યાધિ વૈદ્યરાજ, ૧૩૪ અર્થ–પરંતુ એની ચિત્ર-જૂદા જુદા પ્રકારની દેશના તે શિષ્યના આનુગુણ્યથીઅનુકૂળપણાથી હેય; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષવરે છે.
વિવેચન જે ગાયો તે સઘળે એક, સકલ દશને એજ વિવેક, સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી.”—શ્રીમદ્ રાજચંદ્રજી
ત્યારે હવે પ્રશ્ન ઊઠે છે કે જે ઉપરમાં પ્રતિપાદન કર્યું તેમ સર્વનો અભેદ છે, તે પછી એઓની દેશના ચિત્ર-વિચિત્ર કેમ છે? જુદા જુદા પ્રકારની કેમ છે? તેને અહીં
જવાબ આપે છે કે આ કપિલ, બુદ્ધ આદિ સર્વની દેશના તથાજે ગાયો તે પ્રકારના શિષ્યોના આનુગુણ્યથકી–અનુકૂળપણાથકી ચિત્ર એટલે કે જુદા જુદા સઘળે એક પ્રકારની હોવી સંભવે છે; કારણ કે આ મહાત્માઓ ભવવ્યાધિના ભિષવરે
છે, સંસાર રોગના વૈદ્યરાજે છે. કપિલ, સુગત-બુદ્ધ આદિને તે તે દર્શનવાદીઓ સર્વજ્ઞ માને છે, પણ તેઓની દેશનામાં-ઉપદેશપદ્ધતિમાં ભેદ પડે છે, તેનું શું કારણ? તેનું યુક્તિસંગત સમાધાન અત્ર
મહાનુભાવ શાસકાર મહર્ષિએ આપ્યું છે. અને તે એ છે કે-જે જેવો સમજાવ્યાની શિષ્યરૂપ પાત્રવિશેષ હોય, તે તે તેને અનુકૂળ પડે-માફક આવે, શૈલી કરી તેના આત્માને ગુણ કરે, એ બોધ કર, ઉપદેશ કરે યોગ્ય જાણી,
તે તે સર્વએ તેમ કર્યું છે. એટલે કે તથાવિધ શિષ્યવિશેષના આનુગુણ્યથી, તેને જેમ ગુણ ઉપજે તેમ, તેના આત્માનું જે રીતે કલ્યાણ થાય તે રીતે, તેઓએ તેને વિવિધ પ્રકારે “સમજાવ્યાની શૈલી કરી છે. પાત્રવિશેષને લક્ષમાં લઈ કઈ પણ પ્રકારે શિષ્યને ઠેકાણે આણ-સ્વસ્થાને લાવ–સમજાવે,’ એ જ તેઓને એકાંત હિત હેતુ હેઈ, તેની દેશના શૈલી જૂદી પડે છે. દાખલા તરીકે
કઈ અનિત્યવાદી શિષ્ય એમ કહે કે-આ દેહાદિ અનિત્ય છે, જગમાં વસ્તુમાત્ર ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તેમ આ આત્મા પણ અનિત્ય છે, તે પછી આ ધર્મમેક્ષ
આદિ કોના માટે? ને શા માટે કરવા? એમ અનિત્યપણાથી ભીરુ દ્રવ્યપ્રધાન હોય, ડરતે હોય, તેવા શિષ્યને બંધ કરવાનો હોય-સમજાવવાને દેશના હોય, ત્યારે તેઓએ પર્યાયને ગૌણ કરી, દ્રવ્યપ્રધાન દેશના દીધી
કે–અહે, ભવ્ય ! પ્રત્યેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, તેમ આ આત્મા પણ