________________
દીમાદષ્ટિ : સવજ્ઞyવક નિર્વાણ-સર્વજ્ઞ અભેદ
(૪૦૭)
વિવેચન “ભિન્ન ભિન્ન મત દેખોયે, ભેદ દષ્ટિને એહ;
એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેડ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને આ પ્રસ્તુત નિર્વાણ તવ નિયમથી જ સર્વ પૂર્વક હોય, એમ સ્થિતિ છે, કારણ કે અર્વજ્ઞને કદી નિર્વાણ ઘટે જ નહિં, અર્થાત્ સર્વજ્ઞ થયા વિના નિર્વાણ પામે જ
નહિં એવો નિયમ છે. એટલે સર્વજ્ઞપણું એ નિર્વાણ પૂર્વેની અવિનાસર્વજ્ઞપૂર્વક ભાવી આવશ્યક સ્થિતિ છે, સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણ પામે, એ નિર્વાણ નિયમમાં ત્રણે કાળમાં ફેરફાર થાય એમ નથી, એ નિશ્ચલ નિશ્ચય
સિદ્ધાંત સ્થિત છે. આમ આ સર્વજ્ઞપણું નિર્વાણને અત્યંત નિકટની સ્થિતિરૂપ માર્ગ છે, અને તે માર્ગ કાજુ છે, સરલ-સીધે છે, વક-વાંકાચૂકે નથી, એટલે તે એકરૂપ જ છે. આવા અભેદરૂપ સર્વજ્ઞ માર્ગમાં મતભેદરૂપ સર્વજ્ઞભેદ કેમ હોય વા? ન જ હોય, ન જ હોય. અને સર્વજ્ઞમાં ભેદ જે નથી જ, તે પછી તેના આરાધક ભક્તોમાં કેમ ભેદ હોઈ શકે? ન જ હોય, ન જ હેય, એ આ ઉપરથી વિશેષ કરીને પૂરવાર થયું, સંસિદ્ધ થયું.
તાત્પર્ય કે સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણપદની પ્રાપ્તિ થાય, એમ નિયમથી સિદ્ધ છે. એટલે નિર્વાણુને નિકટમાં નિકટ જે કઈ હોય તે તે સર્વજ્ઞ છે, અને મેક્ષનો નિકટમાં
નિકટ જે કઈ માગ હોય તે તે સર્વજ્ઞદશા છે, આ માર્ગ કાજુતે સર્વજ્ઞ સરલ છે, સીધે છે, વાંકેચૂકે નથી, અને જે સીધે સરલ માગ હોય ભામાં ભેદ તે એક જ હોય; કારણ કે કોઈ અમુક સ્થળે જવાને સીધે-સીધી કેમ? લીંટીએ જત (Straight-line) માર્ગ એક જ હોય, વાંકાચૂકા–આડા
અવળા માર્ગ અનેક હોય, એ પ્રત્યક્ષસિદ્ધ છે; તેમ મોક્ષ પ્રત્યે સીધો લઈ જતો આ સર્વજ્ઞતારૂપ માર્ગ એક જ છે. આવા નિર્વાણને નિકટમાં નિકટના સરલ સર્વજ્ઞમાર્ગને ભજવું, તે નિર્વાણને નિકટતમ માગે છે, અને તેમાં કોઈ પણ ભેદ નથી. તો પછી તેને ભજનારા સાચા આરાધક ભક્ત જનમાં કેમ ભેદ હોઈ શકે વારુ ? “આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહિ કોય.” શ્રીમદ્ રાજચંદ્રજીકૃત શ્રી આત્મસિદ્ધિ.
સર્વજ્ઞ અને સર્વજ્ઞભક્તોની એકતા-સારાંશ. સર્વજ્ઞ અને સર્વજ્ઞભક્તોની એકતા બાબત અત્રે જે યુક્તિઓ-દલીલો બતાવી, તેને સાર આ પ્રમાણે-(૧) પારમાર્થિક સર્વજ્ઞ વ્યક્તિભેદ છતાં સામાન્યથી સર્વત્ર