Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દામોદષ્ટિ : અભેદ પરંતત્વવેદીને વિવાદ ન ઘટે
(૪૦૫) ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ॥ १३२ ॥ અસંમોહથી તાવથી, જાણે તવ આ ઉક્ત;
તસ ભક્તિમાં વિવાદ ના, બુદ્ધિવંતને યુક્ત, ૧૩૨
અર્થ– આ નિર્વાણ તત્વ અસંમોહે કરીને તત્વથી જાણવામાં આવ્યું, પ્રેક્ષાવંતેને (બુદ્ધિવને-વિચારવાને) તેની ભક્તિ બાબતમાં વિવાદ ઘટતું નથી.
વિવેચન આવું જે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું પરમ નિવૃતવ ઉપરમાં વર્ણવ્યું, તેનું સ્વરૂપ અસંમેહ બોધવડે તવથી-પરમાર્થથી જાણવામાં આવ્યું,
સમ્યક પરિચછેદ કરવામાં આવ્યું, વિચારવાન જીવોને તેની ભક્તિના તદ્દષ્ટિને વિષયમાં વિવાદ ઘટતું નથી, કારણ કે તત્વજ્ઞાનમાં ભેદને અભાવ છે. વિવાદ ન ઘટે નહિ તે જ વિવાદ કરવામાં આવે તે પ્રેક્ષાવંતપણાને-વિચારવંતપણાને
વિરોધ આવે. જે સુજ્ઞ વિચારક જ છે, તે તે નિરંતર તત્વ ભણી જ દષ્ટિ રાખે છે. તત્વ જે અભેદ હોય તે પછી તેની ભક્તિ-આરાધના વિધિમાં ગમે તેટલે ભેદ હોય, તે પણ તેની તેઓ બીલકુલ પરવા કરતા નથી. સાધ્ય જે એક છે, તે તેના સાધક સાધન ગમે તે હોય, તેના પ્રત્યે તેઓ દુર્લક્ષ્ય કરે છે, અર્થાત્ ઈષ્ટ સાધ્યરૂપ મધ્યબિંદુ પ્રત્યે જ દેરી જતા વિવિધ સાધનમાર્ગો પ્રત્યે તેઓ કટાક્ષદષ્ટિએ જોતા નથી. દાખલા તરીકે-નાગપુર જવું હોય, તે જુદી જુદી દિશામાં આવેલા મુંબઈ, દિહી, મદ્રાસ વગેરે શહેરથી ભિન્ન ભિન્ન માગે ત્યાં પહોંચી શકાય, પણ ઈષ્ટ મધ્યબિંદુ એક જ છે તેમ ભિન્ન ભિન્ન દર્શન સંપ્રદાયવાળાઓ નિર્વાણ તત્વને માન્ય કરી ભલે તેને ભિન્ન ભિન્ન પ્રકારે આરાધતા હોય, પણ તેઓનું ઈષ્ટ લક્ષ્ય સ્થાન જો એક જ છે, તે પછી તેની ભક્તિ બાબતમાં કઈ વિવાદને અવકાશ રહેતો નથી. એટલે તત્વગ્રાહી દષ્ટિવાળા સુજ્ઞજનો તે તે સાધનધર્મના મિથ્યા ઝઘડામાં પડતા નથી. કારણ કે સાચા તત્ત્વજ્ઞાનીઓ કે જેઓને નિર્વાણ તત્ત્વનું પૂરેપૂરું ભાન છે, તેઓ તે કદી પરસ્પર ઝઘડે જ નહિં; એટલું જ નહિ, પણ પિતાના પરમ આરાધ્ય એવા તે ઈષ્ટ નિર્વાણ પદને જે અન્ય કોઈ ભક્તિથી આરાધતા હોય, તે સર્વને પોતાના સાધર્મિક જ માને, સ્વધર્મબંધુ જ ગણે. પણ નિર્વાણુતત્ત્વનું જેને ભાન નથી, એવા અજ્ઞાનીઓ પોતે તેથી અત્યંત દૂર છતાં, તે - જૂરિ–zતે-પરિચ્છિન્ન થયે, નિર્ધાતરવેડમિન -આ એવંભૂત નિર્વાણ તત્વ, સંતોનઅસંમોહરૂપ બેધથી, તરવતઃ–પરમાર્થથી. શું ? તે કે-ક્ષાવતાં-પ્રેક્ષાવંતેને-બુદ્ધિમ તેને, ન તતનથી તેની ભક્તિમાં, નિવણ તરવની સેવા બાબતમાં, શું ? તે કે વિવાર ૩૫૬-વિવાદ ઘટતોતત્વજ્ઞાનમાં ભેદના અભાવને લીધે,-નહિં તે પ્રેક્ષાવંતપણુને વિરોધ આવે, એટલા માટે.