________________
દીમા : નિરાબાધ નિરામય નિષ્ક્રિય પરંતવ
(૪૦૭).
तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥१३१ ॥ લક્ષણ અવિસંવાદથી, નિરાબાધ નીરોગ;
ને નિષ્ઠય પર તવ તે, જન્માદિને અયોગ. ૧૩૧ અથ–તે નિર્વાણુના લક્ષણના અવિસંવાદને લીધે, તે પરમ તત્વ નિરાબાલ, નિરામય અને નિષ્ક્રિય એવું છે, કારણ કે જન્મ આદિને અયોગ છે.
વિવેચન અત્યાબાધ અગાધ, આતમસુખ સંગ્રહો હો લાલ.”–શ્રી દેવચંદ્રજી,
ઉપરમાં જે નિર્વાણ તત્વ કહ્યું, અને તેના વાચક જે વિવિધ નામ કહા, તેના લક્ષણમાં અવિસંવાદ છે, સંવાદ-મળતાપણું છે, તેમાં વિસંવાદ-બસુરાપણું નથી, તેથી
કરીને તે એકસ્વરૂપ છે. કારણ કે-“નિર્વાણ એટલે શું ? (૧) નિર્વાણુ સ્વરૂપ નિર્વાણ એટલે બૂઝાઈ જવું, શાંત થઈ જવું, નિવૃત્તિ પામવી તે. જેમ
તેલ હોય ત્યાં સુધી દીવ બળે છે, તેલ ખૂટી જાય એટલે તે તરત બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે તેમ જ્યાં સુધી કર્મરૂપ તેલ હોય ત્યાંસુધી સંસારનો દી બળ્યા કરે છે, પણ જેવું કર્મરૂપ તેલ ખૂટ્યું કે તરત તે સંસાર-દીપક બૂઝાઈ જાય છે, હોલવાઈ જાય છે, નિર્વાણ પામે છે. આમ જ્યાં સંસાર-દીપક બૂઝાઈ જાય છેનિર્વાણ પામે છે, તે પદ નિર્વાણપદ છે. (૨) અથવા નિર્વાણ એટલે શાંતિ, શાંત થઈ જવું તે. જ્યાં સર્વ સંસારભાવ શાંત થઈ જાય છે, સર્વ પરભાવ-વિભાવ વિરામ પામે છે, તે નિર્વાણ છે. આત્મા જ્યાં સ્વ સ્વભાવમાં વિશ્રાંત થાય છે, નિસ્તરંગ સમુદ્રની જેમ પરમ શાંત થઈ સ્વ સહજાન્મસ્વરૂપમાં સમાઈ જાય છે, તે પરમ શાંતિસ્વરૂપ એવું પદ તે નિર્વાણ છે. (૩) અથવા જ્યાં સર્વ વૃત્તિઓનો સંક્ષય થયો છે, અર્થાત્ સર્વ સંસારવૃત્તિઓ જ્યાં નિવૃત્ત થઈ છે, નિવૃત્તિ પામી ગઈ છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વભાવમાં જ વર્તનારૂપ વૃત્તિ જ્યાં વર્તે છે, અર્થાત્ શુદ્ધ આત્મપદરૂપ સ્વયંભૂરમણ સમુદ્રમાં નિરંતર રમણતા છે,–તે નિવૃત્તિપદ અથવા નિર્વાણ છે. અને ઉપરમાં જે સદાશિવ વગેરે શબ્દનો પર માથે દર્શાવવામાં આવ્યો, તે તત્વથી વિચારતાં, જે નિર્વાણને અર્થ છે, તેજ તે તે શબ્દને
--
જૂત્તિઃ - તક્ષાવિસંવાલા –તેના–નિર્વાણુના લક્ષણના અવિસંવાદને લીધે. એ જ કહે છે-નિરાધંતિરાબાધ, “ નિરં જાવાસ્કઃ -આબાધાઓમાંથી નિર્ગત-મ્હાર નીકળી ગયેલ. (લેશ પણ બાષા જ્યાં
એવું), બનાનયે-અનામય, જ્યાં દ્રવ્ય-ભાવ રાગ અવિદ્યમાન છે એવું, નિચે ૨-અને નિષ્કય છે, નિબંધનના-કારણના અભાવે કર્તવ્યના અભાવથકી નિક્રિય છે. ઘર તરચં-એવંભૂત તે ૫રં તત્વ. ચત્તો-જે કારણ થકી, સન્માદ્યોગત:-જન્મ, જરા, મરણના અગ થકી.