Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૨)
યોગદરિસરાય તાપથી, અથવા આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક એ ત્રિવિધ દુખથી તે પરિવિજિત છે, સર્વથા રહિત છે.
સગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું
ધમ જગનાથને ધર્મ શુચિ ગાઈએ.” – શ્રી દેવચંદ્રજી. વળી આ તથાતા પરા ભૂતકેટિ છે, અને અત્યંતપણે ભૂતાર્થ ફલ દેનારી છે. પ્રાણીએની-ભૂતની પરમ કેટિરૂપ—ઉચ્ચતમ વર્ગરૂપ જે છે તે પરા ભૂતકેટિ છે, અર્થાત જે પરમાત્મસ્વરૂપ છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપ છે, ઉત્કૃષ્ટ કેટિના આત્મા છે, તે તથાતા છે,
“જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વરજિત સકલ ઉપાધિ, અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ.
સુગ્યાની ! સુમતિ ચરણકજ આતમ અરપણ.”-શ્રી આનંદઘનજી અને તે ભૂતાર્થ ફલ–પરમાર્થ ફલ આપનાર છે, અર્થાત્ ખરેખરૂં સત્ય ફલ, મેક્ષરૂપ પરમાર્થ સત ફલ આપે છે. તથાતાની અર્થાત્ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમ પ્રભુજીનીપરમાત્માની સેવા-ભક્તિ તથાતારૂપ નિર્વાણ ફલ અવશ્ય આપનારી છે. આમ તથાતાનું સ્વરૂપ અન્યત્ર કહ્યું છે, તે શ્લોક શ્રી હરિભદ્રસૂરિજીએ પણ વૃત્તિમાં ટાંકેલ છે, તેને ભાવાર્થ અત્ર કંઈક વિચાર્યું છે.
- ઈત્યાદિ શબ્દોથી તે નિર્વાણને અન્યથથી એટલે કે શબ્દને બરાબર અનુસરતા અર્થ પ્રમાણે તે તે નામ આપેલ છે. એ આદિ શબ્દોથી ઓળખાતું તે નિર્વાણ તત્વ
એક જ છે, નામભેદ માત્ર છે, અર્થભેદ નથી. કારણ કે શુદ્ધ સહજાત્મનિર્વાણુતત્વ સ્વરૂપ એવું તે નિર્વાણ, આપણે જોયું તેમ, સદા શિવસ્વરૂપ હેવાથી એક જ સદાશિવ છે, પરમ આત્મસ્વરૂપ હોવાથી પરબ્રહ્મ છે, શુદ્ધ આત્મ
સિદ્ધિના નિષ્પન્નપણથી સિદ્ધાત્મા છે, સહજાત્મસ્વરૂપપણે શાશ્વત સ્થિતિથી તથાતા છે. ઈત્યાદિ અને અનુસરતા અન્ય અન્ય નામથી પણ તેનું અભેદ સ્વરૂપ જ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે તેને પરમાર્થ જે સમજે, તે આનંદઘન અવતારને પામે છે.
એમ અનેક અભિધા ધરે રે, અનુભવગમ્ય વિચાર-લલના જે જાણે તેહને કરે રે, આનંદઘન અવતાર...લલના”–શ્રી આનંદઘનજી,
તે કેવું છે? તે કહે છે –