________________
(૪૦૦)
ધોગટિસસુરાય
વિવેચન “ શબ્દ ભેદ ઝઘડો કિછે, જે પરમારથ એક; કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફિરે નહિ એક.મનમેહન”—શ્રી. ઇ. સ. ૪-૨૧
તે પરમ “નિવણ” નામના તત્વને જે જુદે જુદે નામે ઓળખવામાં આવે છે, તેને પરમાર્થ જોતાં કાંઈ અર્થભેદ નથી. તે ભિન્ન ભિન્ન નામોમાંથી કેટલાક અત્ર બતાવ્યા છે : (૧) સદાશિવ, (૨) પરબ્રહ્મ, (૩) સિદ્ધાત્મા (૪) તથાતા. પરમાર્થથી તે નામનું એકપણું આ પ્રકારે–
સદાશિવ-કઈ તેને “સદાશિવ” કહે છે. આ ‘સદાશિવ' એટલે સદાય શિવ, સર્વકાળ શિવ, કદી પણ અશિવ નહિં તે. ત્રણે કાળને વિષે સર્વથા પરિશુદ્ધિ વડે કરીને સર્વ અશિવન–અકલ્યાણના અભાવને લીધે આને “સદાશિવ' નામ બરાબર ઘટે છે. કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપ હોવાથી, આ “નિર્વાણુ’ સદા શિવસ્વરૂપ-કલ્યાણુસ્વરૂપમંગલસ્વરૂપ છે, સર્વ કલ્યાણનું-મંગલનું ધામ છે, શંકર સ્વરૂપ અર્થાત્ શમ–આત્મસુખકર સ્વરૂપ છે. “શિવશંકર જગદીશ્વરૂ રે, ચિદાનંદ ભગવાન....લલના " શ્રી આનંદઘનજી
પરબ્રહ્મ-વળી એ “પરબ્રહ્મ” નામથી ઓળખાય છે. પરં એટલે પરમ, પ્રધાન. અને તથા પ્રકારે બૃહત્ત્વ-બૃહકત્વથી સદ્ભાવ અવલંબનપણને લીધે તે “બ્રહ્મ’ છે. બૃહત્ત્વ એટલે જગતમાં અન્ય કોઈ પણ વસ્તુ કરતાં જેનું બૃહતપણુ-મહતપણું છે તે બ્રા. અથવા બૃહકત્વ એટલે આત્મગુણનું અત્યંત વૃદ્ધિગતપણું–અત્યંત પુષ્ટપણું જ્યાં વસે છે તે બ્રહ્મ. આવા બૃહત્ત્વ-બૃહક7 વડે કરીને જ્યાં આત્મસ્વરૂપના સદ્ભાવનું અવલંબન છે, અર્થાત્ જ્યાં શુદ્ધ સહજાન્મસ્વરૂપનું વિદ્યમાનપણું વતે છે, જે સહજાન્મસ્વરૂપ છે, તે ‘પર બ્રહ્મ’ છે.
બ્રહમ શબ્દ વૃદુ-ઢો (વધવું, to grow) એ ઉપરથી થયો છે, એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિન, વિશ્વના વિકાસને જેથી ખુલાસો થઈ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ “બ્રા” છે. x x પણ બ્રહ્મ શબ્દની એક બીજી વ્યુત્પત્તિ-જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે–તે વિચારતાં નિવિશેષ સ્વરૂપ પણ ફલિત થઈ શકે છે. અતિ પ્રાચીન સમયથી–ફ સંહિતાના સમયથી–ગૃત શબ્દ વિશાળ, હોટું, અનવચ્છિન્ન એ અર્થમાં વપરાય છે, અને એ શબ્દ ગ્રહ શબ્દને સહેતર છે, તેથી ત્રહ્મ એટલે અનાવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે. ”
-પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ