Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દષ્ટિ પરંતત્વ તિર્થી ને તેના અન્યૂથ નામ
(૩૯) અર્થ –અને સંસારાતીત તવ તે “નિર્વાણ' સંજ્ઞાથી ઓળખાતું એવું પર તત્ત્વ છે અને તે તે શબ્દભેદ છતાં તત્વથી નિયમે કરીને એક જ છે.
વિવેચન ઉપરમાં જે સંસારાતીત-સંસારથી પર એવું પર તત્ત્વ કહ્યું, તે શું ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે-તે પર તત્વ નિર્વાણુ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. અને તે તે સામાન્યથી નિયમે કરીને એક જ છે. નીચે કહેવામાં આવે છે એ શબ્દભેદ છતાં તત્વથી–પરમાર્થથી તે નિર્વાણ તત્વ એક જ છે. ગમે તે નામે ઓળખવામાં આવે, પણ પરમ એવા તે નિર્વાણ તત્વમાં કઈ ભેદ છે જ નહિં. તે તત્વથી પર કઈ છે નહિં ને સર્વથી પર તે છે, તેટલા માટે તે “પરં તત્ત્વ છે. કર્મરૂપ તેલ ખૂટી જવાથી સંસારરૂપ દી ત્યાં બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે, તેટલા માટે તે તત્વને નિર્વાણુ નામ ઘટે છે.
सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥१३० ॥ સદાશિવ પર બ્રહ્મ ને, સિદ્ધાત્મ તથાતા ય;
આદિ શબ્દ અવર્થથી, એક જ તેહ કથાય, ૧૩૦ અર્થ-સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, ઈત્યાદિ શબ્દોથી તે ઓળખાય છે; તે અન્વર્થથી (શબ્દના બરાબર અથે પ્રમાણે) એક જ છે.
વૃત્તિઃ-સારવ –સદાશિવ, એટલે સર્વકાળ શિવ, કદી ૫ણ અશિવ નહિં તે,-ત્રિકાલ પરિદ્ધિ થકી સર્વ અશિવના અભાવને લીધે -પરમ, પ્રધાન, ત્રહ્મ-બ્રહ્મ તથા પ્રકારે બુહા અને બૂકવડે કરીને સદ્ભાવનું અવલંબનપણું હોવાથી, સિદ્ધારમા-સિદ્ધ આત્મા, કૃતકૃત્ય આત્મા, નિષ્ઠિતા એમ અર્થ છે, તથતિ જ-અને તથાતા, આકાલ એટલે સર્વકાલ તથાભાવથી, સદાકાલ તેવા પ્રકારને ભાવ હોવાને લીધે, “તથાતા' કહેવાય છે. કહ્યું છે કે
" उपादाननिमित्ताभ्यामधि कारित्वता ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥ विसंयोगात्मिका चेयं त्रिदुःखपरिवर्जिता । भूतकोटिः परात्यन्तं भूतार्थफलदेति च ॥
અથાત–ઉપાદાન ને નિમિત્તથી તેના અધિકારિત્વતા ધ્રુવ છે, અને સર્વકાલ તથાભાવને લીધે તે “તથાતા” એમ કહેવાય છે અને આ અધિકારિત્વતા તથાતા વિસંગસ્વરૂપ ને ત્રણ પ્રકારના દુઃખથી પરિવર્જિત-સર્વથા રહિત એવી છે; તે પરા ભૂતકેટિ છે, અને અત્યંત ભૂતાથ ફૂલ દેનારી છે. ઈત્યાદિ શ.–શબ્દથી, તત્ત-તે નિર્વાણ, ઉત્તે-કહેવાય છે, ઓળખાય છે, અવત-અન્તર્થથી, અર્થને અનુસરતા, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, ઉક્ત નીતિથી, મેવ-તે એક જ હોઈ, વાણિમિઃએ આદિ શ્રબ્દોથી.