Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દોમાણિ: મેક્ષને શાંતિમાગ એક જ
(૩૭) ૫. દુષ્ટ જનની સંગતિ છેડી દઈ, સુગુરુના સંતાનની સંગત કરવી, અને મુક્તિના હેતુરૂપ યોગ-સમાધિમય ચિત્તભાવને ભજવું, એ શાંતિને સન્માર્ગ છે.
“વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહો, ઈ આગમે બેધ રે... શાંતિ દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે,
યોગ સમાધિ ચિત્ત ભાવ જે, ભજે મુગતિનિદાન રે...શાંતિ. ” ૬. માન-અપમાનને સમાન જાણે, વંદક-નિદકને સમ ગણે, કનક-પાષાણને સરખા માને, સર્વ જગતજંતુને સમ ગણે, તૃણમણિને તુલ્ય જાણે, મુક્તિ-સંસારને સમ ગણે,આ ભવસાગર તરવા માટે નૌકા સમાન શાંતિમા છે.
“માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિદક સમ ગણે, ઈ હોય તે જાણ રે...શાંતિ સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે;
મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુને ભવજલનિધિ નાવ રે...શાંતિ.” ૭, તેમજ આપણે આત્મભાવ જે શુદ્ધ ચેતનાધાર છે, તે જ નિજ પરિકર (પરિવાર ) બીજા બધા સાથસગ કરતાં સાર છે, માટે તે શુદ્ધ આત્મભાવમાં આવી તેમાં સમાઈ જવું, એ જ શાંતિસ્વરૂપ પામવાને શ્રેષ્ઠ ઉપાય છે.
આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; - અવર સવિ સાથે સગથી, એ નિજ પરિકર સાર રે...શાંતિ.” ઈત્યાદિ પ્રકારે આ શમપરાયણ માર્ગનું-શાંતિ માર્ગનું સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણવ્યું છે.
“ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કક્ષામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨ (૧૫) સર્વ મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગને પામવાને ઈરછે છે, એટલે તે સવને માર્ગ એક જ છે. જેમ સાગરકાંઠાના સર્વે માર્ગ “તીરમાર્ગ' છે, માટે તે એક જ સ્વરૂપ
છે, તેમ આ સર્વ મુમુક્ષુઓના માર્ગ પણ “ભવ-તીરમાગ'-મોક્ષમાર્ગ મોક્ષને શાંતિ- છે, માટે તે એક જ છે. પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કેઈ તે માર્ગ એક જ માર્ગની નિકટ હોય ને કઈ દૂર હોય. જેમ સાગરમાં કઈ તીરમાર્ગ
કાંઠાની નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે “તીરમાગ' જ છે;