Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વાગપ્ટિસમુચ્ચય
ત્યારે ભગવાન તેને જવાબ આપે છે કે જેને આવા પ્રશ્નનો અવકાશ છે એવા હે આનંદઘન ! હારા આત્માને ધન્ય છે ! તું મનમાં ધીરજ ધરીને સાંભળ! હું તને શાંતિસ્વરૂપ જેમ પ્રતિભાસ્યું છે તેમ કહું છું:
“ધન્ય તું આતમ જેહને, એ પ્રશ્ન અવકાશ રે;
ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે...શાંતિ.” ૧. અવિશુદ્ધ ને સુવિશુદ્ધ જે જે ભાવો ભગવાન જિનવરે-પરમ વીતરાગદેવે કહ્યા છે, તે તેમજ અતિથ્ય અથવું અત્યંત સાચા જાણીને સહે, શ્રદ્ધ, દઢ આત્મપ્રતીતિથી માન્ય કરે, તે શાંતિપદની પ્રથમ સેવા છે, શાંતિમાર્ગનું પ્રથમ પદ-પગથિયું છે.
૨, અને આગમના પરમાર્થ રહસ્યને ધારણ કરનારા, સમ્યકત્વવત અર્થાત્ આત્મજ્ઞાની, સારભૂત એવી સંવર કિયા કરનારા, જ્ઞાનીઓના સનાતન મોક્ષમાર્ગના સંપ્રદાયને અનુસરનારા, સદાય અવંચક, સર્વથા આજુ-સરલ, અને શુદ્ધ આત્માનુભવના આધારરૂપ, એવા સદગુરુનું જે સેવન તે શાંતિપદની સેવાનું પરમ અવલંબન છે. તેમજ અન્ય પણ શુદ્ધ આલંબન આદરવા ને બીજી બધી જ જાલ છોડી દેવી, તથા સર્વ તામસી વૃત્તિઓ પરિહરી સુંદર સાત્વિકી વૃત્તિઓ ભજવી એ શાંતિ સ્વરૂપને પામવાને માર્ગ છે.
“ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અવિત સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે..શાંતિ આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે....શાંતિ શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે;
તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાલ રે...શાંતિ.” ૩. તેમજ જેમાં ફલને વિસંવાદ છે નહિ, અચૂકપણે જે ઈષ્ટ મિક્ષફલ આપે જ છે, જેમાં શબ્દ છે તે બરાબર અર્થ સાથે સંબંધ-સુમેળ ધરાવે છે, અર્થાત્ શબ્દનયે ખરેખર પરમાર્થ અર્થમાં તે તે સત્ સાધન સેવાય છે–પ્રયે જાય છે, અને જેમાં સકલ નયવાદ વ્યાપી રહે છે, અર્થાત્ સર્વ નય જેમાં અવિરેધી–અવિસંવાદીપણે એક પરમાર્થ સાધકપણે પ્રવર્તે છે, એવા શિવસાધનની-સમ્યગદર્શનાદિ મોક્ષસાધનની સંધિ કરવી, એવા સમ્યક મક્ષસાધન જોડવા-પ્રજવા, તે શિવસ્વરૂપ-મોક્ષસ્વરૂપ પરમ શાંતિમાર્ગને શ્રેષ્ઠ ઉપાય છે.
ફલ વિસંવાદ જેહમાં નહિ, શબ્દ તે અર્થ સંબંધી રે,
સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે....શાંતિ. ” ૪. આત્મપદાર્થને વિરોધ ન આવે એ વિધિ-પ્રતિષેધ કરી, મહાજને રહેલે એ આત્માનો ગ્રહણવિધિ આદરવો,-એ આગમમાં કહેલો શાંતિમાર્ગને બધ-ઉપદેશ છે.