________________
દીમાદષ્ટિ : મુમુક્ષુને એક જ શમપરાયણ શાંતિમાગ
(૩૫) મુમુક્ષનો મુમુક્ષુ આત્માઓ ભવાતીત અર્થગામી અથવા પરતત્વવેદી કહેવાય છે. માર્ગ એક જ અને તેઓને ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળો માર્ગ પણ એક જ છે,
કેઈપણ પ્રકારે ચિત્તવિશુદ્ધિ કરી, આત્માને શુદ્ધ કરે, એ જ માર્ગ છે. અને તે એક જ છે, તેમાં કઈ પણ ભેદ નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું કોકીર્ણ વચનામૃત છે કે –
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માગ નિગ્રંથ.”–શ્રી આત્મસિદ્ધિ
મેક્ષને એક જ શમપરાયણુ માર્ગ-શાંતિમાર્ગ અને આ માગ શમપરાયણ છે–શમનિષ્ઠ છેઃ (૧) શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષ રહિતપણું, સમભાવ. “મેહ-ક્ષેભરહિત જે આત્માને પરિણામ તે સમઝ કહેવાય છે.” આ માર્ગમાં શમની પ્રાપ્તિ કરવી, શમપરાયણ થવું, એ જ એક નિષ્ઠા છે-છેવટની નિતાંત સ્થિતિ છે, એ જ અંતિમ સાધ્ય છે. (૨) અથવા શમ એટલે સામ્ય; યથાવસ્થિત આત્મગુણને પામવું-જેમ છે તેમ આત્મગુણની સમાન થવું તે સામ્ય છે. જે સામ્ય છે તે ધર્મ છે, અને “વત્થરણાવો છો એ લક્ષણ પ્રમાણે વસ્તુનો સ્વભાવ તે ધમ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને ચારિત્ર એટલે “ હરે વારિત્ર' એ લક્ષણ પ્રમાણે સ્વરૂપમાં ચરવું, આત્મસ્વરૂપમાં વત્તવું, તે ચારિત્ર છે. આમ ચારિત્ર ધર્મ, સામ્ય, સમ, શમ એ શબ્દો સમાનાર્થવાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા તત્પર થવું એ જ શમનિષ્ઠ માર્ગ છે. (૩) અથવા શમ એટલે શાંતિ. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ આદિની શાંતિ થવી તે શમ છે. પરભાવથી વિરામ પામી આત્મભાવમાં આવવું તેનું નામ શાંતિ છે,
અને તે જ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિ માર્ગ છે. આ શાંતિમાર્ગનું શાંતિમાર્ગ અત્યંત હૃદયંગમ સ્વરૂપ મહાજ્ઞાની યોગીશ્વર શ્રીમાન આનંદઘનજીએ
શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સંક્ષેપમાં પ્રદર્શિત કર્યું છે. તેમાં શ્રી આનંદઘનજી ભગવાનને સાક્ષાત્ હાજરાહજૂર દેખતા હોય એમ તેમની સાથે ગોષ્ઠિવાર્તાલાપ કરતાં પૂછે છે –
શાંતિજિન ! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે, શાંતિ સ્વરૂપ કિમ જાણીએ? કહે કિમ મન પરખાય રે ?..શાંતિ.”
x “ નહિરં હિન્દુ ધર્મો નો કો સો સોરિ વિહો ! मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो॥"
–શ્રી કુંદકુંદાચાર્યપ્રણીત શ્રી પ્રવચનસાર