Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૯૪)
યોગદષ્ટિસમુચય આવા પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત સંવેગરંગી સાચા પરિણત–ભાવિતાત્માઓ બુદ્ધિફળરૂપ શબ્દાદિ વિષયમાં-પ્રાકૃત ભાવોમાં કેમ રાચે ? આ પ્રાકૃત ભાવમાં તે સામાન્ય પ્રાકૃત જને જ રાચે, પુદ્ગલાનંદી ભવાભિનંદી છ જ આસક્ત થાય; પણ સાચા અંતરંગ વૈરાગ્યવાન મુમુક્ષુ છે કદી પણ ઉત્કંઠા ધરાવે નહિ, આસક્ત થાય નહિં. આવા વૈરાગ્યવાસિત આત્મા, સાચા “વૈરાગીઓ” જ સંસારથી પર એવા અર્થ—તત્વ પ્રત્યે ગમન કરનારા છે, પર તત્ત્વને જાણનારા ને પામનારા હોય છે. કારણકે સંસારમાં રહ્યા છતાં, તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત સંસારી ભાવોને-વાસનાને લેશમાત્ર સ્પર્શતું નથી. તેથી તેઓ મુક્ત જેવા છે, દેહ છતાં નિર્વાણ પામેલા છે, જીવન્મુક્ત છે.
“ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત
તે કહિયે જ્ઞાની દશા, બાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાનિદશા, બાકી વાચાજ્ઞાન.”
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ
एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥ એક જ હોય તેહને, પ્રશમપરાયણ માર્ગ
અવસ્થાભેદ છતાં યથા, સાગરમાં તીરમાર્ગ, ૧૨૮. અર્થ—અને તેઓને શમપરાયણ માગ પણ, અવસ્થાભેદને ભેદ છતાં, એક જ છે, સમુદ્રમાં તીરમાગની કાંઠાના માર્ગની જેમ.
વિવેચન અને એવા તે ભવાતીતઅર્થગામીઓને એટલે કે પરમતત્ત્વવેદીઓનો માર્ગ પણ, અવસ્થાભેદને ભેદ છતાં, એક જ છે, સાગરમાં તીરમાગની-કાંઠાના માર્ગની પેઠે. ઉપરમાં જેનું સ્પષ્ટ લક્ષણ કહ્યું, એવા સાચા ભવવિરક્ત વૈરાગ્યવાસિત સંવેગી
કૃત્તિ–% વ તુ માડજિ-અને માર્ગ પણ એક જ, ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળા માર્ગ પણ એક જ છે, તેષાંતેઓને, એટલે કે, ભવાતીત અર્થગામીઓને, રામપરાયણઃ-શમપરાયણ, શમનિક, અવમેડિજિ-અવસ્થાભેદને ભેદ છતાં, ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ, (તેમની દશાને ભેદ છતાં), ધૌ તીભાવતુ-સમુદ્રની બાબતમાં તીરમાગની જેમ, એ દષ્ટાંત છે. અને અહીં તે સમદ્રથી દર-નિકટપણુ આદિના ભેથી અવસ્થાભેર હોય છે. ( સમુદ્રના કાંઠાના માર્ગ તે તીરમાર્ગ છે. તેમાં કાઈ દૂર હોય, કેઈ નિકટ હોય, એમ ભેદ છતાં તે બધાય “તીરભાગ જ છે.)