________________
(૩૯૮)
ગદષ્ટિસમ્રચય તેમ કઈ મુમુક્ષુ વસમુદ્રના તીરની-ભવપારની–મેક્ષની અત્યંત નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે સર્વનો માર્ગ તે એક જ “મેક્ષમાગ' છે. આમ ગુણસ્થાનકની અપેક્ષાએ દશાવિશેષ પ્રમાણે ભલે તેઓમાં દૂર-નિકટપણને ભેદ હોય, તે પણ મેક્ષમાર્ગનો તે અભેદ જ છે. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો-આરાધક-ઉપાસકો છે, સાધર્મિક બંધુઓ છે.
મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે. અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે. એ માર્ગના મને પામ્યા વિના કે ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહી.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે. અને તે માગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તો સફળ છે, અને એ માગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને તે ઉપદેશ ગ્રહણ થાય તે તે સૌ નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પામશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે.” ઈત્યાદિ.
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨ (૫૪)
પર તત્ત્વના સ્થાનની ઇચ્છાથી કહે છે–
संसारातीततत्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२९ ॥ ભવાતીત પર તવ તે, નિર્વાણ કહેવાય;
તત્વથી એક જ તેહ છે, શબ્દ ભેદ છતાંય. ૧૨૯ વૃત્તિ –સંતાયાતીતતત્ત્વ તુ-અને સંસારાતીત તત્વ તે, શું ? તે કે--૫ર, પ્રધાન, નિર્ચાળણણિતમનનિર્વાણ નામનું છે, નિર્વાણ સંજ્ઞા એની ઉપજી છે એટલા માટે. ત નેવ-તે નિશ્ચયે એક જ સામાન્યથી છે, નિયમ-નિયમથી, નિયમે કરીને, રામેડજિ-શબ્દભેદ (જેનું લક્ષણ કહેવામાં આવે છે.) છતાં, તવતતત્ત્વથી, પરમાર્થથી.