Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દાહરિ: “ ભવાતીત અથગામી” ભવભાગવિરક્ત
(૩૯૩) પ્રાકૃત ભાવોમાં અહીં, નિરુત્સુક સ ચિત્ત;
ભવાતીત અર્થગામિ તે, ભવભેગમાં વિરક્ત. ૧૨૭ અર્થ:–અહીં પ્રાકૃત ભાવે પ્રત્યે જેએનું ચિત્ત નિરુત્સુક (ઉત્સુકતા રહિત) હોય છે, તે વિભાગથી વિરક્ત થયેલાઓ, ભવાતીત અર્થગામી છે.
વિવેચન ઉપરમાં ભવાતીત અર્થગામી એવા મહામુમુક્ષુ કહ્યા, તે કોણ ને કેવા હોય ? તેનું લક્ષણ અહીં સ્પષ્ટ કહ્યું છે. અહીં શબ્દાદિ વિષયરૂપ પ્રાકૃત ભામાં જેઓનું ચિત્ત ઉત્સુક્તા રહિત હોય છે, તે સાંસારિક ભેગથી વિરક્ત જને ભવાતીતઅર્થગામી છે.
પ્રાકૃત ભાવે એટલે બુદ્ધિમાં જેનું પર્યાવસાન છે એવા શબ્દાદિ ભાવે. પ્રાકૃત એટલે પ્રકૃતિને વિકાર, પુદ્ગલને વિકાર. શબ્દાદિ વિષયે પ્રાકૃત ભાવ છે અર્થાત્ જડ
પ્રકૃતિના વિકારરૂપ છે, પુદ્ગલના વિકારરૂપ છે; અને તે બુદ્ધિમાં પર્યમુમુક્ષુ ભવભોગ વસાન પામે છે, છેવટે બુદ્ધિમાં સમાય છે, અર્થાત્ બુદ્ધિગમ્ય ભાવ છે. વિરક્ત આવા આ શબ્દાદિ વિષરૂપ પ્રાકૃત ભાવોમાં જેએનું ચિત્ત અના
સક્તપણાને લીધે ઉત્સુકતા વિનાનું હોય છે, તે ભવભેગથી વિરક્ત થયેલા જને “ભવાતીત અર્થગામી' કહેવાય છે. શબ્દાદિ વિષયોમાં તેઓ રાચતા નથી, આસક્ત થતા નથી, વિષયોમાંથી તેનું ચિત્ત ઊઠી ગયું છે, સાંસારિક ભેગ તેઓને દીઠા ગમતા નથી, એટલે ભવભોગથી વિરક્ત-સાચો અંતરંગ વૈરાગ્ય પામેલા આ જીવે ખરેખરા “ભવાતીત અર્થગામી” છે. કારણ કે તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત ભવમાં-સંસારમાં સ્પર્ધાતું નથી, લેપતું નથી, અસ્કૃષ્ટ રહે છે, જળ-કમળવત્ અલિપ્ત રહે છે. વિવિધ સ્વપ્ન-ઇંદ્રજાલ જેવી પુદ્ગલરચના તેઓને કારમી-અકારી લાગે છે, અને જગતની એઠરૂપ તે પુદ્ગલ વિષયનું સેવન કરવું તે તેવા પરમ વૈરાગ્યવંત સાચા સંગરંગી મહાત્માઓને આંખ પાસે રેતી ઉપડાવવા જેવું અત્યંત, અસહ્યા લાગે છે. દાખલા તરીકે પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાના સ્વાનુભવદુગાર કાઢયા છે કે
જોકે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજણ પણુ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે x x કારણકે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૩૧૩ (૩૮૫)