________________
(૬૨)
ગદષ્ટિસમુચ્ચય અત્રે ચારિત્રચરે, સંજીવની=સંજીવન કરે એવો ઔષધિવિશેષ, ચારકચરવું તે. ચરામાં સંજીવની માટે ચરવું તે ચારિસંજીવની ચાર ન્યાય-દષ્ટાંત. આને ભાવાર્થ આ કથા ઉપરથી સમજી શકાય છે :--
સ્વસ્તિમતી' નામની નગરજનોથી ભરેલી એવી નગરી હતી. તેમાં બ્રાહ્મણની કઈ પુત્રી હતી, તથા તેની એક સખી હતી, અને તે જ તેના નિરવધિ પ્રેમનું પરમ પાત્ર હતી. પછી તે બંનેને વિવાહ થયે, એટલે બંને જુદા જુદા સ્થાને રહેવા લાગી.
પછી એક દિવસ દ્વિજપુત્રીને “સખી કેમ હશે ? ” એમ ચિંતા ઉપજી. એટલે તે પણ દાખલ તેને ત્યાં ગઈ, ને જોયું તે તેને વિષાદમાં-શેકમાં ડૂબી ગયેલી દીઠી. એથી તેને પૂછ્યું“સખી ? હારૂં મુખ આટલું બધું કેમ લેવાઈ ગયું છે?” તેણે કહ્યું-“હું પાપણુ પતિની બાબતમાં દુર્ભાગી–કમનશીબ છું.” સખી દ્વિજપુત્રીએ કહ્યું-તું વિષાદ મ કર ! આ વિષાદમાં ને વિષમાં કોઈ ફેર નથી, વિષાદ (શેક) વિષ જેવો છે. હું હારા પતિને મૂળિયાના પ્રભાવથી વૃષભ (બળદિયે) બનાવી દઈશ.” એમ કહી તેને મૂળિયું આપી તે પિતાના નિવાસસ્થાને ગઈ.
પછી તે નાખુશ મનવાળી બ્રાહ્મણપુત્રીએ તે મૂળિયું પિતાના પતિને આપ્યું, કે તરત જ તે ભરાવદાર ખાંધવાળે બળદ બની ગયો. એટલે પછી પશ્ચાત્તાપથી તે હૃદયમાં દિલગીર થઈ કે-હવે આ પુન: સર્વ કાર્યોમાં સમર્થ એવો પુરુષ કેમ થાય? પછી તે તેને બળદોના જૂથની સાથે રોજ બહાર ચારે ચરાવવા લાગી.
પછી એક દિવસ તે વૃષભ વડના ઝાડ નીચે વિશ્રામ લેતે હતું. ત્યાં તેની શાખામાં વિશ્રાંતિ લઈ રહેલા વિદ્યાધર યુગલને પરસ્પર વાર્તાલાપ ચાલવા લાગ્યો. તેમાં વિદ્યાધર બે -“અત્રે આ વૃષભ છે તે સ્વભાવથી નથી, પણ વિપરીત ગુણથી ઉપજે છે. તેની પત્નીએ કહ્યું –“તે પુનઃ પુરુષ કેમ થાય ?” તેણે કહ્યું – બીજા મૂળિયાના ઉપયોગથી.' વિદ્યાધરીએ પૂછ્યું તે ક્યાં છે?” તેણે કહ્યું-“તે આ ઝાડની નીચે છે.”
આ સાંભળીને –જેને મનમાં પશ્ચાત્તાપ ઉપ હતો, એવી તે પશુ-પત્નીએ (બ્રાહ્મણીએ) ભેદને નહિં જાણુતા એવા તે વૃષભને તે બધો ચારે ચરાવવા માંડ્યો, તે ચરવા માટે છૂટ મૂકી દીધે, એટલે ચરતાં ચરતાં તે મૂળિયું ખાવામાં આવતાં, તે વૃષભ તરત જ પુરુષ થઈ ગયે.
આમ પરમ નિષ્પક્ષપાતપણું સૂચવતું આ દૃષ્ટાંત છે, આમાં કોઈ પણ દર્શનને-મતનો આગ્રહ નથી. પણ ચારેકોર ચરી-ફરી સાચા તત્વજિજ્ઞાસુને મધ્યસ્થતાથી “સંજીવની” તત્ત્વ જોધી કાઢવાને નિમલ બોધ છે “આદિ કર્મ તેને એટલે ધર્મમાર્ગની શરૂઆત કરનારાને માગે અવતારવા માટે આ નીતિ અતિ ઉત્તમ છે.