Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૪૨)
ગદષ્ટિ સમુચ્ચય ચિંતના–જે સિદ્ધાંત વાંચ્યા હોય, શ્રવણ કર્યા હોય, ગ્રહણ કર્યા હોય, તેનું તત્વચિંતન કરવું, સૂક્ષ્મ વિચારણા કરવી, ઊહાપોહ કર, હેપાદેય વિવેક વિચાર તે ચિંતના.
ભાવના–તે ને તે સિદ્ધાંતનું પુનઃ પુનઃ ભાવન કરવું, રટણ કરવું, ફરી ફરી ફેરવવું, ધૂન લગાવવી, કે જેથી કરીને તેના સંસ્કારની દઢ છાપ આત્મામાં પડે, તેને દઢ ભાવઅવિહડ રંગ આત્મામાં લાગી જાય.
ભાવના એટલે પુટ. જેમ સુવર્ણને સાવ ચેકબું કરવું હોય તે સંપુટમાં, કુલડીમાં મૂકી, ફરી ફરી તપાવવારૂપ ભાવના-પુટ દેતાં તે શુદ્ધ થાય છે, અથવા સુંઠ આદિને શુદ્ધ કરવા, કમાવવા, નિમક અને લિંબુના રસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સુકવવારૂપ ભાવના દેતાં શુદ્ધ થાય છે; xx x તેમ આ જીવને પણ જુદી જુદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિર્મળતા થાય છે, વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે.”
શ્રી મનસુખભાઈ કીરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન, આમ ભાવના એ આત્મશુદ્ધિને ઉત્તમ પ્રયોગ છે. તે એટલે સુધી કે તેથી કે તેથી સંપૂર્ણ આત્મસિદ્ધિ સાંપડે છે, આત્મભાવના ભાવતાં જીવ કેવલજ્ઞાન પામે છે. તે માટે પરમ અદ્દભુત મંત્રરૂપ સૂત્રવચન છે –
આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે.” આમ સિદ્ધાંતના લેખન, વાંચનાદિ પણ ઉત્તમ ગબીજ છે. લેખન પૂજન આપવું, શ્રત વાચના ઉદગ્રાહે રે, ધ્યાન વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો... રે વીર” –શ્રી ગસક્ઝાય, ૧-૧૦ તથા—
बीजश्रुतौ च संवेगात्प्रतिपत्तिः स्थिराशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ॥ २९ ॥ બીજ શ્રવણે સંવેગથી, સ્થિરઆશય શ્રદ્ધાન;
ઉપાદેય તસ ભાવ જે, શુદ્ધ મહોદયવાન. ૨૯ વૃત્તિ –વીજ્ઞકૃતી અને બીજશ્રુતિ થતાં, યક્ત એગબીજ સંબંધી શ્રવણ થતાં, સંવેTસંવેગથકી, શ્રદ્ધાવિશેષને લીધે, પ્રતિપત્તિ :-“આ એમ છે” એવા રૂપે પ્રતિપત્તિ-માન્યતા, સ્થિરાણાવા-સ્થિર આયવાળી-તથા પ્રકારના ચિત્તપ્રબંધન વિસ્ત્રોતસિકાના (ઉલટા વહેણના) અભાવથી કરીને, તારેયમારઅને તેને ઉપાદેય ભાવ-એ બીજશ્રુતિને ઉપાદેયતા ભાવ, (આ બીજશ્રુતિ ગ્રહણ કરવા ચગ્ય–આદરવા યોગ્ય છે એવો ભાવ), mરિશુદ્ધ:-પરિશુદ્ધ-ફલ ઔસુકથના-ફલની ઉત્સુકતાના અભાવથી, માત્રા :-તે જ મહા ઉદયવાળા હોય છે; આનુષંગિક એવા અભ્યદયથકી-નિઃશ્રેયસૂના (મેક્ષના) સાધનને લીધે.