Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિ જ્ઞાનીને આશય, પુરુષાર્થ પ્રેરણા
(૧૫૩) ભવચક્રનો છેલે આંટે છે, એમ જાણવું. આ બાહ્ય ચિહ્નો પરથી ભવસાર બોધ ચક્રને છેલ્લો ફેરે બાકી છે, એવું અનુમાન થઈ શકે છે. બાકી વિશેષ
તે અતીંદ્રિય એવા યોગીજ્ઞાનને ગમ્ય છે. માટે ચરમાવર્તામાં આવવું હોય, ભવને છેલે ફેરે કરવો હોય, ને ગબીજની વાવણી કરવી હોય, તે આ લક્ષણોગુણ આત્મામાં પરિણમાવવા જોઈએ: દુઃખીની અત્યંત દયાથી હૃદયને કમળ-આ કરવું જોઈએ, ગુણ–અષથી ચિત્તભૂમિ ચેખી કરવી જોઈએ, ને સર્વ જીવની યાચિત સેવા કરી વિશ્વવત્સલ બનવું જોઈએ. એમ આ ઉપરથી મહાત્મા શાસ્ત્રકારે બોધ આપ્યો.
અને આ ઉપરથી એટલું પણ ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે કે-કાળસ્થિતિ પાકશે, ભવપરિણતિ પરિપાક થશે, ભવની મુદત પૂરી થશે, ત્યારે આપણે માર્ગ પામશું, માટે આપણે તે તેની રાહ જોયા કરશું,-એવું ખોટું આલંબન પકડી આળસુ–પ્રમાદી થવા લાગ્યા નથી. પાદપ્રસારિકા અવલંબવા યોગ્ય નથી, હાથ જોડી બેસી રહી પુરુષાર્થહીન થવા યોગ્ય નથી, જ્ઞાની પુરુષોએ કાળલબ્ધિપરિપાક વગેરે કહ્યા છે, તેને ઊલટો અનર્થકારી અર્થ કરવા ગ્ય નથી. જ્ઞાની પુરુષને ઉપદેશ કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહિં; પુરુષાર્થની જાગ્રતિ જ પ્રેરે. માટે જ્ઞાનીને આશય સમજવો જોઈએ.
આપણી પોતાની તથાભવ્યતા કેવી છે, તે આપણે જાણતા નથી. પણ તે ભવ્યતાને પરિપાક કરવાને પુરુષાર્થ તે આપણા હાથમાં છે. એટલે કે આપણી ભવ્યતા–ોગ્યતા
- કેમ જલદી પકાવવી તેને પ્રયાસ આપણે કરી શકીએ એમ છીએ. પુરુષાર્થ પ્રેરણું આપણું પાત્રતા–ગ્યતા વધારીએ, એટલે એની મુદત એની મેળે
પાકશે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે–અગમાં પાકવાની યેગ્યતા છે, પણ તે ચૂલે ચડાવીએ તો પાકે, એની મેળે કોઈ કાળે પાકે નહિ. તેમ ભવ્ય એવા આત્મામાં પણ ભવ્યતા-વ્યગ્રતા આણવાનો પ્રયાસ ન કરીએ, તે એની મેળે રેગ્યતા આવે નહિં. એટલા માટે જે પરમાર્થની ઇચ્છા હોય, તે કાળસ્થિતિ જેમ પાકે, ભવપરિણતિ પરિપાક થાય, આત્મામાં યોગ્યતા-પાત્રતા જેમ આવે તેવા ઉપાય લેવાને સત્ય પુરુષાર્થ કરવો જોઈએ, અને તેવા ઉપાયમાં પ્રાથમિકમાં પ્રાથમિક જે ઉપાયદયા વગેરે અહીં સ્પષ્ટ બતાવ્યા છે, તેનો આશ્રય કરી આત્માર્થ સાધવો જોઈએ; શુદ્ધ નિમિત્તકારણના પ્રબળ અવલંબનથી ઉપાદાન પ્રગટાવવું જોઈએ કે જેથી કરીને ભવપરિણતિ છેલ્લા પુદ્ગલાવર્તામાં આવી ઉભી રહે, ભવને છેલ્લે ફેરે બાકી રહે, ને તેમાં પણ જેમ બને તેમ એાછા ભવ કરવા પડે. આમ અત્રે ધ્વનિ છે. આની સાથે સંવાદી એવા પરમ પુરુષાર્થ પ્રેરક વીરગર્જનારૂપ સત્ય વચને વર્તમાનયુગના પરમ સંત-ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર પુરુષે ઉચ્ચાર્યા છે –