Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીમાદષ્ટિ : “સાચે જંગ તે ધર્મને –ધર્મ અથે પ્રાણ ત્યજે
(૨૩૯) આ તે દઢધમી હોય છે, આ દઢ ધર્મર'ગ-“ચાળ મજીઠને રંગ –તેને લાગેલે હોય છે. અને આ ધમનો રંગ જ સાચે રંગ છે, બાકી બીજે બધે રંગ પતંગ સમાન છે–ચાર દિવસની ચટકી છે. “સાચે જંગ તે ધર્મનો’. દેહ ભલે જીર્ણ થાય, સડી જાય, પડી જાય, વિધ્વંસ પામી જાય, પણ ધર્મરંગ કદી જીણું થતું નથી, સડત નથી, પોતે નથી, વિધ્વંસ પામતે નથી.
“શ્રી અનંતજિન શું કરે....સાહેલડીઆ, ચેળ મજીઠને રંગ રેગુણવેલડીઆ૦
સાચો રંગ તે ધર્મને......સાહેબ બીજે રંગ પતંગ રેગુણ૦ ધર્મ રંગ જીરણ નહિં....સાહેબે દેહ છરણ થાય છે...ગુણ૦ સોનું તે વિણસે નહિં....સાહેબ ઘાટ ઘડામણ જાય રેગુણ૦ ત્રાંબું જે રસધિયું....સાહેટ હોય તે જાચું હેમ રે....ગુણ૦ ફરી તે ત્રાંબું નવિ હુવે...સાહેબતિમ પ્રભુ શું મુજ પ્રેમ રે...ગુણ”–શ્રી યશોવિજયજી
અને આ સાચે ધર્મરંગ-ધર્મપ્રેમ લાગવાનું કારણ, તે ધર્મનું પરમ માહાસ્ય તેને મન વસ્યું છે તે છે. જેમકે
ચાતુર ચેપથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતે પ્રમાણે છે પારસમણિ પ્રેમથી કવિ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાને સાગર કથે સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરે છે, નિર્મળ થવાને કાજે, ન નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધમરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરે, વિલખો ન વેમથી.”
–શ્રીમદ્ રાજચંદ્રજી
તેમ જ આ મુમુક્ષુ જોગીજન જાણે છે કે-આ સંસારને વિષે વિશુદ્ધ ધર્મ જ બુધજનેને મુક્તિ અર્થે સદા ઉપાદેય છે–આદરથી ગ્રહણ કરવા એગ્ય છે, કારણ કે બીજુ
બધુંય દુઃખનું કારણ છે. આ સંસારમાં બધુંય પ્રકૃતિથી અસુંદર છે, ધર્મજ ઉપાદેય સ્વભાવથી અસુંદર છે. એટલા માટે અત્રે ધર્મ સિવાય બીજે ક્યાંય
વિવેકીઓને આસ્થા ધરવી શું યુક્ત છે? તે હે જીવ! તું કહે. અને તે ધર્મ તે જગદુવંઘ છે, નિષ્કલંક છે, સનાતન છે, પરાર્થને સાધક છે, અને શીલવંત ધીરજનેએ તે સેવેલે છે. માટે તે ધમ સિવાય અન્યત્ર ક્યાંય આસ્થા કરવી ચુત નથી.’x x “ उपादेयश्च संसारे धर्म एव सदा बुधैः । विशुद्धो मुक्तये सर्व यतोऽन्यदुःखकारणम् ॥
प्रकृत्यसुंदरं ह्येवं संसारे सर्वमेव हि । अतोऽत्र वद किं युक्ता कचिदास्था विवेकिनाम् ।। मुक्त्वा धर्म जगद्वंद्यमकलङ्क सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ॥"
મહર્ષિ હરિભદ્રાચાર્યજી પ્રણીત શાસ્ત્રવાર્તાસમુચ્ચય