Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૫૦)
ગદષ્ટિસમુચ્ચય શ્રુતપ્રધાન સતશ્રાદ્ધ ને ગપર શીલવાન;
અર્થ અતીન્દ્રિય જાણત-કહે મહામતિમાન:- ૧૦૦
અર્થ –આ આગમપ્રધાન, સતુશ્રાદ્ધ (સતશ્રદ્ધાવંત), શીલવાન એ ગતત્પર પુરુષ, અતીન્દ્રિય અર્થોને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિએ (પતંજલિએ) કહ્યું છે –
વિવેચન આ આગમપ્રધાન એટલે કે આગમ જેને મન પ્રધાન–મુખ્ય છે, એ સતશ્રાદ્ધ શીલવાન ને યોગતત્પર થઈ અતીન્દ્રિય અને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિ
પતંજલિએ પણ કહ્યું છે. ઉપરમાં અતીન્દ્રિય વિષયમાં પ્રમાણભૂત અતીદ્રિય અર્થો એવું જે આગમ અર્થાત્ આપ્તવચન કહ્યું, તે જેને મન પ્રધાન છે, મુખ્ય કેણુ જાણે છે, સર્વોપરિ છે, એવો પુરુષ સશ્રાદ્ધ અથવા સતુશ્રદ્ધાવંત કહેવાય
છે. એ સહ્યાદ્ધ શીલવાનું થાય છે એટલે કે પરદ્રોહથી વિરામ પામે છે, અને યોગસાધનામાં તત્પર રહી ધર્મ–આત્મા આદિ અતીન્દ્રિય અને જાણે છે.
આગલા લેકમાં અતીન્દ્રિય વિષયની બાબતમાં ગ્રહણના દષ્ટાંત ઉપરથી આગમનું– આપ્ત વચનનું પ્રમાણભૂતપણું બતાવ્યું. આવું આગમવચન જેને મન પ્રધાન છે, તે આજ્ઞા
પ્રધાન પુરુષ સત્ શ્રાદ્ધ કહેવાય છે. કારણ કે તે સત્ વચન પ્રત્યે આજ્ઞાપ્રધાન સત્ શ્રદ્ધા-દઢ વિશ્વાસ-સ્થિર આસ્થા ધરાવે છે, અને સર્વત્ર સતશ્રાદ્ધ પુરુષના વચનને આગળ કરી પ્રવર્તાવાની ઉત્કટ ઇચ્છા ધરાવે છે. આમ
આત્મકલ્યાણને ઈચ્છનાર મુમુક્ષુએ સૌથી પ્રથમ “આજ્ઞાપ્રધાન થવું જોઈએ, કારણ કે “આજ્ઞાથી ધર્મ અને આજ્ઞાથી તપ _એમ શાસ્ત્રવચન છે. સપુરુષની આજ્ઞા વિનાની આ જીવની દાન-તપ-શીલ આદિ ક્રિયા પણ જીવને બાધક થઈ ઉલટી ભવઉપાધિ કરે છે, માટે અત્રે શાસ્ત્રકાર મહર્ષિએ આજ્ઞાપ્રધાનપણા ગુણને સૌથી પ્રથમ મૂક્યો છે. આ આજ્ઞાપ્રધાન હોય તે જ “સત્ શ્રાદ્ધ ’–સત્ શ્રદ્ધાળુ થઈ શકે છે.
પ્રભુ આણુ ભકતે લીન, તિણે દેવચંદ્ર પદ કીન.” આણે રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પદ શીધ્ર વરીજે.”—શ્રી દેવચંદ્રજી.
આ જે સહ્યાદ્ધ હોય છે તે પછી યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે ચાલવા તત્પર બને છે. અને આગમની મુખ્ય આજ્ઞા તે “શીલ” સેવવાની છે. “શીલ” એટલે
આત્મસ્વભાવ; પરભાવ-વિભાવ પ્રત્યે ગમન કરવાથી–વ્યભિચાર કરવાથી શીલસેવન તે શીલને ભંગ થાય છે, માટે પરભાવ-વિભાવ પ્રત્યે વ્યભિચારથી
શીલ ભંગ ન કરતાં, આત્મસ્વભાવમાં રહી “શીલ” પાળવું એવી મુખ્ય શાસ્ત્ર આજ્ઞા છે. અને તેવા શીલન પાલન માટે અહિંસા-સત્ય આદિ પંચ શીલ પરમ