________________
(
૨)
ગદષ્ટિસમુચ્ચય
બ્રાહ્મણ સમક્ષ વિગે કરી મંત્ર સંસ્કાર;
વેદમાંહિ દેવાય જે, ઇષ્ટ તેહ અવધાર, ૧૧૬ અર્થ –કત્વિો દ્વારા, મંત્ર સંસ્કાર વડે કરીને, બ્રાહ્મણની સમક્ષમાં, વેઢીની અંદર, જે આપી દેવામાં આવે, તે “ઈષ્ટ’ કહેવાય છે.
વિવેચન
| ઈચ્છાપૂર્તિમાં “ઈષ્ટ ” એટલે શું? તેનું સ્વરૂપ અહીં કહ્યું છે-યજ્ઞમાં જે અધિકૃત -અધિકારી બ્રાહ્મણે હોય, તે “ઋત્વિગ” કહેવાય છે. એવા ઋત્વિો દ્વારા, બીજા બ્રાહ્મણોની હાજરીમાં, વેદીની અંદર મંત્રસંસ્કારો વડે વિધિપૂર્વક જે સુવર્ણ વગેરેનું દાન આપવામાં આવે, તે “ઈષ્ટ' કહેવાય છે. કારણ કે તેમાં “ઈષ્ટ' શબ્દનો અર્થ બરાબર ઘટે છે. “હું અમુક દાન દેવા ઈચ્છું છું” એવા ઈષ્ટ સંકલ્પપૂર્વક યજ્ઞમાં દાન દેવાને વિધિ હોવાથી, તેને ઈષ્ટ” નામ આપવામાં આવ્યું છે. આમાં મહાજનની સમક્ષ ઈષ્ટ દાનની ગંભીર પ્રતિજ્ઞા લેવામાં આવે છે, માટે આ “ઈષ્ટ” છે.
અત્રે બાહ્ય યજ્ઞમાં જે વિધિ પ્રચલિત છે તેને અનુસરીને કહ્યું છે. યજ્ઞ શબ્દ “યજ' ધાતુ પરથી નીકળ્યો છે. એને મૂળ અર્થ “યજ” એટલે યજવું-પૂજવું, એ ઉપરથી યજ્ઞ
એટલે ઈષ્ટ દેવનું યજન, પૂજન કરવું તે છે; અને તે પૂજનમાં અર્પણ યજ્ઞની ભાવનાઃ કરવાની–હોમી દેવાની ભાવના હોય છે, એટલે હેમી દેવું, અર્પણ કરવું બ્રહ્મયજ્ઞ એ બીજો અર્થ પણ થાય છે. અર્થાત્ સ્વાર્પણ બુદ્ધિથી દાનાદિ
સદનુષ્ઠાન કરવું તે યજ્ઞ. પિતાપણાની-મમત્વની બુદ્ધિ હોમી દઈ, આત્માર્પણ ભાવથી કેવળ નિઃસ્વાર્થ પણે-નિષ્કામપણે જે કંઈ આત્મભોગ (Self-sacrifice) આપવામાં આવે, જે કાંઈ ઈષ્ટ સંકલ્પિત દાનાદિ દેવામાં આવે, તે યજ્ઞ ને તે જ ઇષ્ટ;નહિં કે અન્ય પશુ આદિને ભેગ આપવામાં આવે તે યજ્ઞ, તે તે યજ્ઞની વિકૃતિ ને વિડંબના છે. પોતાને ને પિતાની વસ્તુને ભેગ-બલિદાન આપવાની વાત જ અત્ર મુખ્ય છે. મમત્વ વિસર્જનરૂપ-આત્માર્પણ ભાવરૂપ સાચે સ્વાર્થ ત્યાગ એજ યજ્ઞની પાછળની પ્રશસ્ત ભાવના છે. વર્તામાનમાં પણ અપેક્ષાએ કંઈક ઉપમારૂપ તુલના કરીએ તે શિષ્ટ જનની (બ્રાહ્મણે) સભા સમક્ષ, દાતા સગૃહસ્થ (ઋત્વિો ), વ્યાસપીઠ (વેદી) પરથી, ગંભીર પ્રતિજ્ઞાવિધિરૂપ જાહેરાતથી (મંત્રસંસ્કારેથી) જે પિતાના ઈષ્ટ દાનને સંકલ્પ જાહેર કરે છે (announcement), તે સમસ્ત વિધિ પણ એક પ્રકારે ઉક્ત યજ્ઞવિધિને કંઇક અંશે મળતો આવે છે, તે જાણે તેની ન્હાનકડી આવૃત્તિ સમ લાગે છે ! અસ્તુ! આ તે બાહા યજ્ઞની વાત થઈ. બાકી ખરે પારમાર્થિક યજ્ઞ તે આંતરિક છે,