________________
(૩૮૨)
ગદષ્ઠિસમુચ્ચય કેકિલ કલ કૃજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઊંછા તરુવર નવિ ગમે, ગિરુઆ શું હોયે ગુણને પ્યાર કે... અજિત કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદ શું પ્રીત કે; ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે....અજિત તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું છે નવિ આવે દાય કે શ્રી નયવિજય વિબુધ તણ, વાચક જય હો નિત નિત ગુણ ગાય કે..અજિત.”
શ્રી યશોવિજયજી સ્વામી સ્વયંપ્રભને જાઉ ભામણે, હરખે વાર હાર; વસ્તુ ધર્મ પૂરણ જસુ નીપ, ભાવ કૃપા કિરતાર.–સ્વામી”—શ્રી દેવચંદ્રજી
૩. અવિન્ન-ક્રિયામાં અવિશ્ન-નિર્વિઘપણું એ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આ નિર્વિઘપણું અદષ્ટ એવા પૂર્વોપાર્જિત શુભ કર્મના સામર્થ્યથી ઉપજે છે. નિવિંદને સદનુષ્ઠાન થાય તે પૂર્વ પુષ્યને પસાય છે. જેમકે-પ્રભુભક્તિથી સર્વ વિજ્ઞ દૂર નાસે છે.
શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દૂર નાસે છે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે છે. ”—શ્રી યશોવિજયજી
૪. સંપદાગમ-સંપદુનું આવવું, સંપત્તિની પ્રાપ્તિ થવી એ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. સંપત્તિ પણ શુભભાવથી ઉપાજેલા પુણ્યકર્મથી આવી મળે છે. કોઈ કિયા ફલ વિનાની હોતી નથી, તેમ સક્રિયા પણ સફલ વિનાની હોતી નથી. એટલે સક્રિયાના ફલ પરિણામે દ્રવ્ય-ભાવ સંપત્તિની પ્રાપ્તિ થાય એમાં કાંઈ નવાઈ નથી. દ્રવ્યસંપત્તિ એટલે અર્થ-વૈભવ વગેરે લૌકિક સંપત્તિ, અને ભાવસંપત્તિ એટલે વિદ્યા-વિય-વિવેકવૈરાગ્ય-વિજ્ઞાન વગેરે સગુણોની આધ્યાત્મિક સંપત્તિ. આવી સંપત્તિની પ્રાપ્તિ દેખાય, તે આ સદનુષ્ઠાનનું ફલ છે એમ સમજવું. દાખલા તરીકેપ્રભુભક્તિ અંગે કવિવર યશોવિજયજી કહે છે –
“ચંદ્ર કિરણ ઉવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપે જી; જે પ્રભુભક્તિ કરે નિત વિનય, તે અરિયણ બહુ પ્રતાપી ઝપે છે. શ્રી નમિ. મંગલ માલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગે જી; શ્રી નયવિજય વિબુધ પયસેવક, કહે લહીએ સુખ પ્રેમ અંગે છે. શ્રી નમિ. ”
૫. જિજ્ઞાસા–તે તે ક્રિયા સંબંધી જાણવાની તીવ્ર ઇચ્છા, ઉત્કંઠા, ઉત્સુકતા થવી, ભક્તિ આદિ સદનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજવાની તાલાવેલી લાગવી, તમન્ના ઉપજવી, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે.