________________
દીકાદ : સત અનુષ્ઠાનનું લક્ષણ
(૩૮૧) આદર પ્રીતિ અવિધ ને, સંપદ પ્રાપ્તિ તેમ;
જિજ્ઞાસા તજજ્ઞ સેવના, સત કૃતિ લક્ષણ એમ. ૧૨૩ અર્થ:–ક્રિયાને વિષે આદર, પ્રીતિ, અવિખ, સંપત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા અને તજુની-તેના જ્ઞાતા પુરુષની સેવના-આ સત્ અનુષ્ઠાનનું ( ક્રિયાનું) લક્ષણ છે.
વિવેચન ઉપરમાં જે સદનુષ્ઠાન કહ્યું, તેનું લક્ષણ અહીં બતાવ્યું છેઃ (૧) ક્રિયામાં આદર, (૨) પ્રીતિ, (૩) અવિખ, (૪) સંપત્તિ પ્રાપ્તિ, (૫) જિજ્ઞાસા, (૬ ) તજજ્ઞસેવા, (૭) તેને અનુગ્રહ.
સનુષ્ઠાનનું લક્ષણ
૧. ક્રિયા આદર –ઈસ્ટ આદિ કરવામાં આદર એટલે કે યત્નાતિશય હેય; જે ઈષ્ટ વગેરે ક્રિયા કરવામાં આવે તે બહુમાનપૂર્વક, અત્યંત આદરથી, અતિશય યત્નથી કરવામાં આવે, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. ક્રિયામાં વેઠ નહિ કાઢતાં ખૂબ જાળવીને, ઉપયોગજાગૃતિપૂર્વક ક્રિયા કરવી, તે સદનુષ્ઠાન સૂચવે છે. દાખલા તરીકે ભક્તિ કાર્યમાં– સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે...સુવિધિ દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, ઈકમના ધુરિ થઈએ રે.સુવિધિ” શ્રી આનંદઘનજી
૨. પ્રીતિ–તે ક્રિયા-અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ, અંતરંગ પ્રેમ, અભિળંગ-રનેહરૂપ પ્રીતિ હોવી તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. કઈ પણ ક્રિયામાં અંતરની પ્રીતિ-પ્રેમ-ઉમળકે જ્યાં લગી ન હોય, ત્યાં લગી તે ક્રિયા નીરસ, ફીક્કી, ને લુખી લાગે છે, વેઠ કાઢવારૂપ થઈ પડે છે.
જ્યારે તેના પ્રત્યે અંતરને પ્રેમ-ઉલ્લાસ પ્રગટે છે, ત્યારે તે જ ક્રિયા અત્યંત સરસ, આહલાદક ને રોમાંચક નિવડે છે, ત્યારે આત્મા તેમાં તન્મય થઈ એકરસ બને છે. દાખલા તરીકે-પ્રભુભક્તિ કરવામાં આવે, તેમાં પ્રીતિની પ્રથમ આવશ્યકતા છે. પ્રભુ પ્રત્યે પર પ્રેમ પ્રવાહ પ્રગટે, અનન્ય પ્રીતિ જાગે, ત્યારે જ પ્રભુ ભક્તિની ઓર મજાહ-લીજજત અનુભવાય છે, ત્યારે જ જીવ પ્રભુભક્તિમાં તન્મય થઈ એકરસપણું–એક્તાનપણું અનુભવે છે.
“અજિત નિણંદ શું પ્રીતડી, મને ન ગમે તો બીજાને સંગ કે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હે બાવળ તરુ ભંગ કે...અજિત