Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીમદષ્ટિ: બુદ્ધિ કર્મ વિપાકવિરલ સંસાર
(૩૮૫) બુદ્ધિપૂર્વક કર્મ સહુ, દેહધારીના આંહિ;
વિપાક વિરસ પણ થકી, સંસારફલદાયિ. ૧૨૪. અર્થ –અહીં પ્રાણીઓના જે બુદ્ધિપૂર્વક કમે છે તે સર્વેય, વિપાક વિરસપણને લીધે, સંસારફલ જ દેનાર છે.
વિવેચન આ લેકમાં દેહધારી પ્રાણીઓના સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્મો વિપાકવિરતપણાએ કરીને સંસારફલ જ આપનારા હોય છે.
અત્ર સામાન્યથી જોઈએ તે પ્રાણીઓ સર્વેય કર્મો બુદ્ધિપૂર્વક એટલે કે ઇંદ્રિયજન્ય બંધ દ્વારા કરે છે; આંખથી, કાનથી, નાથી, જીભથી કે ત્વચાથી જે કાંઈ જાણવામાં
આવે છે, તેનાથી પ્રેરાઈને તેઓ સમસ્ત પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે– ઇદ્રિયપ્રવૃત્તિ આંખથી કઈ પદાર્થ દેખવામાં આવ્યું, જાણવામાં આવ્યું, તે પદાર્થ અને સ્મૃતિ- ઈષ્ટ લાગતાં તે ગ્રહણ કરવાનું મન થાય છે, અનિષ્ટ લાગતાં ત્યજવાનું સંસ્કાર મન થાય છે અને પછી તેવા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આંખને સંદેશ
મગજને પહોંચ્યા, મગજે બુદ્ધિને પહોંચાડ્યો, અને બુદ્ધિએ પગને હુકમ કર્યો કે “આ લેવા તું જા, તથા હાથને આદેશ દીધું કે “આ તું લે. આ બધી સૂક્ષમ પ્રક્રિયા આંખના પલકારામાં બની જાય છે. વળી તે ઈચ્છાનિષ્ટ પદાર્થ સંબંધી મૃતિસંસ્કાર–ધારણું પણ રહી જાય છે. જેથી આગામી કાળે તેની ગ્રહણ-ત્યાગરૂપ પ્રવૃત્તિને નિર્ણય થાય છે. તે જ પ્રકારે કાન વગેરે બીજી ઇન્દ્રિયો દ્વારા ઉપજતા બુદ્ધિરૂપ બોધથી તે તે પ્રકારનું ઈષ્ટ–અનિષ્ટપણું જણાય છે, અને પછી મનથી તેનું મનન થતાં તેના ગ્રહણ–ત્યાગ કરાય છે, તથા ભાવિકાળે પણ તેના રહી ગયેલા સ્મૃતિસંસ્કારની વાસનાથી તથા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આમ ઇંદ્રિયજન્ય બોધથી પ્રાણીઓના સામાન્યપણે સર્વ કર્મની ઘટમાળ ચાલ્યા કરે છે. ખાવું, પીવું, દેખવું, સાંભળવું, સુંઘવું, ચાખવું, સ્પર્શવું, લેવું, મૂકવું એ વગેરે વિષયભેગ પ્રવૃત્તિ, વગર શિખચૅ પણે, પ્રાણીઓ કર્યા કરે છે. એમાં કાંઈ નવી નવાઈ નથી.
અને આ વિષયસેગ પ્રવૃત્તિરૂપ જે બુદ્ધિજન્ય કર્મો છે, તેનું વિપાક વિરસ૫ણું છે, વિપાકે-પરિણામે તે અવશ્ય વિરસ નીવડે છે. જે વિષયે પ્રથમ સરસ લાગે છે, તે જ
પરિણામે વિરસ-રસહીન–ભૂખ લાગે છે. જે વિષયે પ્રારંભમાં મીઠા ને વિષયનું વિપાક આકર્ષક ભાસે છે, તે જ પ્રાંતે તેને મેહ ઉતરી જતાં કડવાં ને વિરપણું અનાકર્ષક જણાય છે. જે પુદ્ગલેના રૂપ-રસ-ગંધ-સ્પર્શ પ્રથમ સરસ
ને મનેજ્ઞ હતા, તે જ પુદ્ગલના સ્વભાવ પ્રમાણે વિપરિણામ પામતાં