Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૭૬)
ગદષ્ટિસમુદાય ફલ ભિન્ન અભિસંધિથી, સમ અનુષ્ઠાન છતાંય;
એથી તે જ પરમ અહીં, જલ જેમ કૃષિમાંય. ૧૧૮, અથ:–અનુષ્ઠાન સમાન છતાં, અભિસંધિને (આશયને લીધે ફળ ભિન્ન હોય છે. તેથી કરીને તે અભિસંધિ જ અહીં ફલસિદ્ધિમાં પરમ (કારણુ) છે,–જેમ કૃષિકર્મમાં જલ છે તેમ.
વિવેચન ઉપરમાં જે ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહ્યું, તે અનુષ્ઠાન સમાન–એકસરખું હોવા છતાં, અભિસંધિ પ્રમાણે આશય અનુસાર તેનું ફલ ભિન્ન હોય છે, જુદું જુદું હોય છે.
દાખલા તરીકે કોઈ પાંચ મનુષ્ય એકસરખી યજ્ઞ-દાનાદિ ક્રિયા કરે, અભિસંધિ અથવા વાવ-કૂવા વગેરે કરાવે, પણ તે પ્રત્યેકને જે જે આશયપ્રમાણે ફેલભેદ વિશેષ હોય છે, જે જે અંતર પરિણામ હોય છે, તે તે ફલામાં
પણ ભેદ પડે છે. આમ અભિસંધિ-આશયવિશેષ પ્રમાણે ફલદ હોય છે, એટલા માટે આ અભિસંધિ જ અહીં ફલસિદ્ધિ બાબતમાં પરમ છે, પ્રધાન છે, મુખ્ય છે. અત્રે લેકરૂઢિથી પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમ કૃષિકર્મમાં, ખેતીવામાં પાણી જ મુખ્ય કારણ છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. યોગ્ય જમીન હોય, સારા બીજ વાવ્યા હોય, સારી પેઠે ખેડવામાં આવેલ હોય, પણ પાણી જ ન હોય, તે એ બધા ફોગટ છે, પાણીનો જોગ હોય તો જ એ બધા સફળ છે. તે જ પ્રકારે યજ્ઞ-દાનાદિ સમાન અનુષ્ઠાનમાં-ક્રિયામાં પણ સર્વત્ર અભિસંધિનું-આશયનું પ્રધાનપણું છે.
અભિસંધિના–આશયના ભેદના કારણે કહે છે–
रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथा बुद्धयादिभेदतः ॥ ११९ ।। ચિત્ર લગી લેકને, રાગાદિથી આ એમ;
બહુ પ્રકારે ભિન્ન અહિં, બુદ્ધયાદિ ભેરે તેમ ૧૧૯, અર્થ અને રાગ આદિ વડે કરીને આ અભિસંધિ (આશય) નાના પ્રકારના ફલના ઉપભોક્તા નરેને તથા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન હોય છે.
કૂત્તે – કિમિ -રાગાદિ દેથી, અર્થે ર–આ અભિસંધિ વળી, દુ-આ લોકમાં, મિડને નામ-મનુષ્યોને-અનેક પ્રકારે ભેદ પામે છે, તેના મૃદુ, મધ્ય, અધિમાત્ર ભેદે કરીને. કેવા વિશિષ્ટ મનુને ? તે માટે કહ્યું-નાનાટોમોri-નાના પ્રકારના ફલના ઉપલેતા એવા મનુષ્યોને, તથા યુદ્ધકાર્ભિવતઃ–તેવા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ( કહેવામાં આવનારા ) અભિસંધિ ભેદ પામે છે.