________________
(૩૭૭)
દીમદષ્ટિ: શગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ
વિવેચન
અને આ આશયમાં પણ ભેદ પડે છે, તેનું કારણ શું? તેને અહીં ખુલાસો કર્યો છે કે-રાગાદિ પ્રમાણે તે ભેદ પડે છે. જેવા જેવા રાગ, દ્વેષ, મોહ આદિ પરિણામ
હોય છે, તે તેવો આશયવિશેષ-અભિસંધિ નીપજે છે. એટલે કોઈના રાગાદિથી રાગાદિ પરિણામ મંદ-માળા હોય, કેઈના મધ્યમ પ્રકારના હોય, આશયભેદ કોઈના વધારે પડતી માત્રાવાળા–અધિમાત્ર તીવ્ર હોય. આમ એક
સરખી ક્રિયા કરવામાં પણ રાગાદિની તરતમતા પ્રમાણે આશયના ભેદ પડે છે, અને આશય પ્રમાણે ફળમાં પણ ભેદ પડે છે, જેવો આશય તેવું ફળ મળે છે.
દાખલા તરીકે—કેઈ ત્રણ ગૃહસ્થ છે, ને તે દરેક એકસરખી રકમનું ધમાંદા દાન કરે છે, અથવા ધર્મસ્થાનક કે હોસ્પીટલ બંધાવે છે; પણ તેમાંને એક કીર્તિને લાલસુ છે, નામને ભૂખે છે, ને લોકે હારી વાહવાહ કરશે, હારા નામની તખ્તી ચડશે, મ્હારું પૂતળું બેસાડશે, એમ સમજીને દાનાદિ કરે છે. બીજું કંઈક કીર્તિલેભી છે, પણ સાથે સાથે સેવાભાવનાથી પ્રેરાઈને તેમ કરે છે. ત્રીજે એકાંત પરોપકાર અર્થે કેવળ પરમાર્થ પ્રેમથી પ્રેરિત થઈને તે જ કાર્ય કરે છે. આમ એક જ કાર્યમાં ત્રણેના રાગાદિ પરિણામ જુદા છે, તેથી આશય જુદા છે, અને તેથી ફળ પણ જુદા છે. પહેલાને કીત્તિ તે મળે છે, પણ ફળ તેથી આગળ વધતું નથી; બીજાને કીત્તિ સાથે કંઈ વિશેષ પુણ્ય ફળ પણ મળે છે; ત્રીજાને પરમ પુણ્યરાશિનો સંચય થાય છે, અને જારની પાછળ સાંઠા તે હોય જ, તેમ આનુષગિક કીર્તિ આદિ પણ મળે છે, પણ તેની તેવા મહાનુભાવ શુદ્ધ સેવાભાવીને પરવા પણ હોતી નથી.
તેમજ બુદ્ધિ વગેરેના ભેદથી આશયમાં ભેદ પડે છે. જે જે જે બોધ હોય છે, તે તે તેને આશય હોય છે તે બુદ્ધિ આદિ ભેદનું સ્વરૂપ નીચે કહ્યું છે.
આકૃતિ ૧૨
રવિ-મન
-માનને –{
નોન
'
તીન
કે
અસંમોહ [। इति इष्टापूर्तान्तर्गत आशयभेदे फलभेदान्तराधिकारः ।]