Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૫૨)
યોગદષ્ટિ સમુચ્ચય ઉત્તમ તત્વને પામે છે, એટલે કે પાપ-સંમેહની નિવૃત્તિ થકી કૃતાદિના ભેદે કરીને ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે પ્રવૃત્તિ કરતાં તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
૧. અત્રે તસ્વપ્રાપ્તિને સૌથી પ્રથમ ઉપાય આગમ છે, કારણ કે આગમ એ તત્ત્વનું સાક્ષાત્ દર્શન જેણે કર્યું છે એવા આત્માનુભવી પુરુષનું વચન છે. તેવા પરમ પ્રજ્ઞાવત તત્વષ્ટાના વચનામૃતમાં બુદ્ધિને જવાથી અર્થાત્ સપુરુષના વચનની બુદ્ધિપૂર્વક–સમજણપૂર્વક આરાધનાથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ જરૂર થાય.
૨. તત્ત્વપ્રાપ્તિને બીજો ઉપાય અનુમાન અર્થાત્ સન્યાયસંપન્ન યુક્તિવાદ છે. આ યુક્તિવાદમાં પ્રજ્ઞાન પ્રયોગ કરવાથી અર્થાત્ સન્મતિયુક્ત તર્ક કરવાથી તત્વની વિશેષ પરીક્ષા થાય છે, વિશેષ ચકાસણી થાય છે, અને યુક્તિની કસોટીમાંથી પાર ઉતરતાં તત્વની અત્યંત દઢતા થાય છે, સન્મતિતર્કનું યથાયોગ્ય સમાધાન થતાં તત્વવિનિશ્ચય થાય છે. પણ આ યુક્તિવાદ સન્યાયસંપન્ન હોવો જોઈએ. જેમ ન્યાયમૂત્તિ નિષ્પક્ષપાતપણે–નિરાગ્રહપણે-મધ્યસ્થતાથી સત્ય ન્યાય તેલ, તેમ સન્મતિ પરીક્ષકે નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહપણે, મધ્યસ્થતાથી તત્ત્વને તેલ કરી, સન્યાયસંપન યુક્તિયુક્ત પક્ષને જ મુક્ત કંઠે સ્વીકાર કરવો જોઈએ,–જેમ આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના કર્તા મહર્ષિ હરિ ભદ્રસૂરિજીએ કહી દેખાડ્યું છે ને કરી દેખાડયું છે તેમ; અથવા મેક્ષમાળા નામક મહાદર્શનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કર્યું છે તેમ.
“પક્ષપાતો ન કે વીરે : પિરારિપુ.
ગુવતમવનં યા તા થાઃ પરિપ્રદ્દઃ ”શ્રી હરિભદ્રાચાર્યજી. તેમજ આ યુક્તિવાદ આગમથી વિરુદ્ધ ન હોવો જોઈએ, પણ અવિરુદ્ધ હોવો જોઈએ, આગમને અનુકૂળ હવે જોઈએ. કારણ આગમ એ સાક્ષાત્ તત્વષ્ટા પુરુષનું વચન હેઈ, તેનું સ્થાન યુક્તિ કરતાં ઘણું ઉંચું છે. એટલે આગમક્ત તત્ત્વનું સુયુક્તિથી પ્રતિષ્ઠાન કરવામાં બાધ નથી, પણ ઉત્થાપન કરવામાં જરૂર બાધ છે. અને એટલા માટે જ અત્રે આગમનું સ્થાન પ્રથમ મૂક્યું છે.
૩. તથા તત્ત્વપ્રાપ્તિનો ત્રીજો ઉપાય ચોગાભ્યાસ રસ છે. સતશાસ્ત્રમાં જે યોગઅનુષ્ઠાન વિહિત છે, તેના રસપૂર્વક અભ્યાસથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં જે યોગસાધન અર્થાત્ ધર્મવ્યાપાર વિધાન બતાવ્યા છે, તેના પુનઃ પુનઃ આસેવનરૂપ અભ્યાસમાં રસ લઈ મતિ જેડવાથી આત્માની પરિણતિ વિશુદ્ધ થાય છે, અને પ્રજ્ઞા નિર્મલ બને છે, તેથી તત્ત્વના ચમત્કાર તેમાં ભાસ્યમાન થાય છે. અત્રે “રસ’ શબ્દથી યોગાભ્યાસમાં એકરસતારૂપ-તન્મયતારૂપ ભાવ સૂચવ્યું છે. આ ગાભ્યાસનું સ્થાન અત્રે