________________
દીમાદષ્ટિ : સવે સર્વજ્ઞવાદીને અભેદ
(૩૬૧) સર્વજ્ઞતત્વ અભેદથી, સર્વાવાદી બધાય;
સર્વજ્ઞતત્ત્વગ જાણવા, ભિન્નાચાર છતાંય. ૧૦૮ અર્થ–તેમ સર્વજ્ઞ તત્વના અભેદથી, સર્વજ્ઞવાદીઓ સર્વે, ભિન્ન આચારમાં સ્થિત છતાં, તે સર્વજ્ઞ તરવગામી જાણવા.
વિવેચન
ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે, એટલે કે ઉક્ત દષ્ટાંત અનુસાર એક રાજાના આશ્રયે રહેલા ઘણું પુરુષોની જેમ, સર્વેય સર્વગ્રવાદીઓ તે સર્વજ્ઞતત્વ પ્રત્યે જનારા–ગમન
કરનારા છે; કારણકે સર્વજ્ઞ તત્ત્વો ઉપરમાં કહ્યા પ્રમાણે અભેદ છે. તેમ સર્વ સર્વજ્ઞ. પછી ભલે તે સર્વજ્ઞવાદીએ તેવા તેવા પ્રકારના અધિકારભેદે ભિન્ન વાદી અભેદ ભિન્ન આચારમાં સ્થિત હોય. તાત્પર્ય કે–જેમ એક રાજાના આશ્રિત
એવા ઘણા પુરુષ હેય, તેઓ પોતપોતાની યોગ્યતા અનુસાર નાના મોટા ભિન્ન ભિન્ન અધિકાર ધરાવતા હોય, ઊંચા નીચા હોદ્દા સંભાળતા હોય, પણ તે એક જ રાજાના આશ્રિત રાજસેવક ગણાય છે, તેઓના દાસભાવમાં ભેદ પડતો નથી; તેમ ભગવાન્ સર્વદેવનો આશ્રય કરનારા, સર્વને માનનારા-ભજનારા જૈન કે જૈનેતર બધાય સર્વજ્ઞવાદીએ તે એક સર્વજ્ઞતત્વ પ્રત્યે ગમન કરનારા હેઈ, સર્વજ્ઞના આશ્રિત સેવક ભક્ત છે. પછી તે સર્વજ્ઞ તત્વને સ્વીકાર કરનારે ભલે જૈન હોય કે બૌદ્ધ હોય, શૈવ હોય કે વૈષ્ણવ હય, પારસી હોય કે ખ્રીસ્તી હોય, અને ભલે તે પોતપોતાની યોગ્યતા પ્રમાણે અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચારમાં વર્તતે હોય, ઉંચી દશાવાળો હોય કે નીચી દશાવાળ હોય, ઉત્તમ કેટિન હોય કે અધમ કેટિન હોય, ગમે તેમ હોય, પણ તે સર્વેય એક જ આરાધ્ય સર્વજ્ઞને ભજનારા આરાધક-ભક્તો છે, સર્વજ્ઞસેવકે જ છે એના દાસભાવમાં કોઈ જાતને ભેદ નથી, તે બધાય સર્વજ્ઞ ભગવાન-દાસ છે.
આ સર્વજ્ઞના સાચા સેવક ભક્ત પણ કણ કહેવાય? તે ઉપર સ્પષ્ટ કર્યું છે, તે અહીં નૃપસેવકના દષ્ટાંતથી વિશેષ દઢ કર્યું છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ રાજસેવક
હોય તેણે રાજાની આજ્ઞા ઊઠાવવામાં સદા તત્પર રહેવું જોઈએ, એવી સેવક ભક્ત રીતિ છે, તે પછી આ તે કેત્તર દેવ સર્વજ્ઞ મહારાજની આજ્ઞાના આજ્ઞા પાલક પાલનમાં સાચા સેવકને કેટલા તત્પર રહેવું જોઈએ, તે સહેજે સમજી
શકાય એમ છે. અને તેની સેવાભક્તિ કરતાં સાચા સેવક ભક્તજને સેવાફળની આશા પણ ન રાખવી જોઈએ, ને તે જ તે સાચી ભક્તિ કહી શકાય નહિ તે તેની જે આશા રાખવામાં આવે તે તે ભક્તિ નહિં, પણ ભાડુતી કામ જેવું થયું !