Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૬૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
અને બીજું જે સંસારાતીત–સ'સારથી પર એવું મુક્ત તત્ત્વ કહ્યું, તેના પ્રત્યેની જે ભક્તિ તે તે અચિત્ર એટલે કે એકાકાર જ હેાય છે, એક જ પ્રકારની હાય છે; કારણ કે તે પરતત્ત્વનું એકપણું-અભેદપણું ઉપરમાં સિદ્ધ કરાઇ ચૂકયુ છે. મુક્ત તત્ત્વની અને આ એકસ્વરૂપ પરતત્ત્વની ભક્તિ શમસાર-શમપ્રધાન હોય છે. ભક્તિ અચિત્ર તેમાં એક પ્રત્યે રાગ ને ખીજા પ્રત્યે દ્વેષ, એમ હેાતું નથી; પણુ સત્ર રાગદ્વેષરહિત એવા સમભાવ હાય છે, અને અખડ શાંતરસને પ્રવાહ વહે છે, એટલે દ્વેષ-અસહિષ્ણુતા આદિ દુષ્ટ ભાવાના ઉદ્ભવના અસંભવ છે, કારણ કે સમાહને અત્ર અભાવ હાય છે. આમ અનેક એવા સ'સારી દેવેાની ભક્તિ વિચિત્ર અને એક એવા સંસારાતીત પર તત્ત્વની ભક્તિ અચિત્ર હાય છે.
દેવ સ'સારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર;
એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર...મન૰ '—યા. ૬. સાય. ૪-૧૫ ★
અત્રે જ હેતુ કહે છે
संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥
સ્થાન સસારિ દેવના, ચિત્ર અનેક પ્રકાર; સ્થિતિ ઐશ્વર્યાક્રિકથી, પ્રતિશાસને આધાર. ૧૧૩ અ:—કારણુ કે સંસારી દેવાના સ્થાને સ્થિતિ—ઐશ્વય –પ્રભાવ વગેરે વડે કરીને, પ્રત્યેક શાસનમાં, અનેક પ્રકારે ચિત્ર ( જૂદા જૂદા ) હોય છે.
વિવેચન
સસારી દેવા ચિત્ર-જાતજાતના અને તેની ભક્તિ પણ ચિત્ર હોય છે એમ કહ્યું, તેનું કારણ આ પ્રમાણે:-ઊર્ધ્વ, મધ્ય ને અધેાલેાકરૂપ આ ત્રિવિધ બ્રહ્માંડમાં જે સંસારી દેવા છે, તેઓના સ્થાને પ્રત્યેક શાસનમાં અનેક પ્રકારે ચિત્ર એટલે સ'સારી દેવાના નાના પ્રકારના–જાત જાતના કહ્યા છે. કારણ કે તેઓની સ્થિતિ, અશ્વ, ચિત્ર સ્થાન પ્રભાવ, સહજ રૂપ વગેરેથી તેએના વિમાન આદિ સ્થાનેામાં જાત જાતના તફાવત-ભેદ હેાય છે. જેમકે (૧) હિંદુ ધર્માંમાં બ્રહ્મા, વિષ્ણુ,
વૃત્તિ:-સંસાળિાં ફ્રિ રેવાનાં કારણુ કે સ ંસારી દેવાના-લેાકપાલ આદિના ચશ્માજ્જિત્રાનિ કારણ કે ચિત્ર-અનેક આકારવાળા, નેપા–અનેક પ્રકારે,–કાના વડે ? કયા ? તે માટે કહ્યુંસ્થિરઐશ્વર્ય માવા ધૈ:સ્થિતિ, ઐશ્વમ, પ્રભાવ આદિ વડે કરીને, અદ્દેિ શબ્દથી સહજ રૂપ આદિનુ ગ્રહણ છે, સ્થાનાનિ-સ્થાન, વિમાન આદિ, વૃતિશાસન-પ્રતિશાસને, પ્રત્યેક શાસનમાં,-બ્રહ્માણ્ડના વૈવિષ્યના અનુભેદથી,