________________
દીમાદષ્ટિ સંસારી દેવની ભકિત ચિત્ર-સુક્તની ભક્તિ અચિત્ર
(૩૬૭) તેવી ગતિ જે જેને ભજે તે તે થાય. સંસારને ભજે તે સંસારી થાય, મુકતને ભજે તે મુક્ત થાય. આ પરિણામી આત્મા જેવા જેવા ભાવે પરિણમવા ઈચછે, તેવા તેવા ભાવે તે પરિણમી શકે છે. ઈયલ ભમરીનું ધ્યાન ધરતાં, પોતે ભમરી બને છે.
જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે....ષદર્શન” શ્રી આનંદઘનજી.
આ બેને વિશેષ કહે છે
चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता ।। अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ॥ ११२ ॥ તસ રાગ પર દ્વેષથી, ભક્તિ આઘમાં ચિત્ર;
શમસારા એ ચરમમાં હોય સમસ્ત અચિત્ર. ૧૧૨ અર્થ અને તેમાં પહેલા તે સંસારી દેવ પ્રત્યેની ભક્તિ, તેના પ્રત્યેના રાગથી ને તેનાથી અન્ય પ્રત્યેના દ્વેષથી સંગત હોઈ, ચિત્ર (ભિન્ન) હોય છે. અને છેલ્લા-તે સંસારાતીત તત્વ પ્રત્યેની જે ભક્તિ તે બધીય શમસાર (શમપ્રધાન) હેઈ, અચિત્ર ( અભિન) હોય છે.
વિવેચન ઉપરમાં જે બે પ્રકારના દેવના ભક્તના બે વિભાગ પાડવા, તેની ભક્તિમાં પણ તેવા બે ભેદ પડે છે, તે અહી બતાવ્યું છે –તેમાં પ્રથમ જે લોકપાલ વિગેરે સાંસારિક દે છે,
તેઓ પ્રત્યેની ભક્તિ ચિત્ર એટલે નાના પ્રકારની હોય છે; અને સંસારી દેવની મેહગર્ભપણને લીધે તે પોતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગવાળી ને અનિષ્ટ ભક્તિ ચિત્ર દેવ પ્રત્યે દ્વેષવાળી હોય છે. જેમકે કે હનુમાનને, કે શંકરને, કે
વિષ્ણુને, કે સૂર્યને, કે વરુણને, કે અન્યને ભક્ત હોય, તે તેવા પ્રકારના મેહભાવને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ રાખી, ઇતર પ્રત્યે દ્વેષ રાખે છે. આમ તે ભક્તિ જુદા જુદા દેવને અપેક્ષીને જુદા જુદા પ્રકારની ને રાગ-દ્વેષવાળી હોય છે. એમાં સહિષ્ણુતાને પ્રાયઃ અભાવ હોય છે, અને હું માનું છું તે જ દેવ સાચા ને બાકી બીજા બધા ખેટા, એવી માન્યતા મુખ્યપણે હોય છે.
વૃત્તિ –જિત્રા -અને ચિત્ર, નાના પ્રકારની, થેપુ-આaોમાં, સાંસારિક દેવે પ્રત્યે, રાગત વસતા-પિતાના અભીષ્ટ દેવતાના રાગથી અને અનભીષ્ટના દ્વેષથી સંયુક્ત એવી હેય છે,-મેહગર્ભ પણાને લીધે. જિત્રા-અચિત્ર, એકાકાર, એક પ્રકારની, રમે સુ-પણ ચરમમાં એટલે કે તદતીત-સંસારાતીત તત્વમાં, ઘણા-આ ભક્તિ; અને તે, રામપારા-શમસાર-મપ્રધાન, મહિસૈવ દિ અખિલ જ હોય છે -તેવા પ્રકારના સંમેહના અભાવને લીધે.