Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીપ્રાદષ્ટિ : નામાદિ ભેદ છતાં તત્ત્વથી સર્વશ અભેદ
(૩૬૩) નામ વગેરેને ભેદ હોય, તે પણ તત્વથી તે તેમાં કંઈ પણ ભેદને અભાવ છે. આમ મહાત્મા જનેએ કૃતથી, મેધાથી ને અસંહથી સાર-પ્રધાન એવી પ્રજ્ઞાવડે ભાવવા એગ્ય છે.
કારણકે પરમાર્થ દષ્ટિથી વિચારતાં, સાચા ખરેખરા ભાવ–સર્વમાં કેઈપણ જાતને ભેદ સંભવ નથી, એમ બુધજનેને સ્પષ્ટ જણાય છે. “સર્વ જાણે તે સર્વજ્ઞ” એમ
તેની વ્યાખ્યા પરથી આ યુક્તિસિદ્ધપણે પ્રતીત થાય છે. ભલે પછી નામભેદ ભલે હે એ સર્વજ્ઞને મત-સંપ્રદાય આદિના ભેદે કરીને પોતપોતાના ઈષ્ટ એવા
ભિન્ન ભિન્ન નામ આપવામાં આવતા હોય, ભિન્ન ભિન્નપણે તેનું સ્વરૂપ વર્ણવવામાં આવતું હોય, ભિન્ન ભિન્નપણે તેને મહિમા ગવાતે હેય, ભિન્ન ભિન્ન પણે તેનું ચરિત્ર સંકીર્તન કરાતું હોય, પણ તેના સર્વરૂપણરૂપ લક્ષણમાં ભેદ પડતું નથી. કેઈ તેને જિન કહે કે શિવ કહે, કેઈ બુદ્ધ કહે કે અહંત કહે, કઈ વિષ્ણુ કહે કે બ્રહ્મા કહે, કેઈ ઈશ્વર કહે કે ખુદા કહે, કોઈ રામ કહે કે રહેમાન કહે, કઈ પરમાત્મા કહે કે સર્વશક્તિમાન “ગેડ” (God Almighty) કહે, ઈત્યાદિ ગમે તે ઈષ્ટ દેવના નામે તેને સર્વ કે ભજતા હોય, પણ તેમાં નામભેદથી અર્થભેદ નથી. જેમ ગંગાનદીને કેઈ સુરનદી કહે, કઈ ભાગીરથી કહે, કેઈ વિપથગા કહે, કેઈ મંદાકિની કહે, પણ ગંગા નદી તે એક જ છે, તેમાં ફેર પડતો નથી, તેમ એકસ્વરૂપ સર્વના અપેક્ષાભેદે ભલે જુદા જુદા નામ આપવામાં આવે, પણ તેના તાવિક સ્વરૂપની એકતામાં ફેર પડત. નથી. સર્વજ્ઞતા તે પરમાર્થથી એક ને અભિન્ન જ છે, એવું બુધજનેએ મેધાથી, મૃતથી ને અસંમેહથી પાવન એવી પ્રજ્ઞાવડે ભાવન કરવા યોગ્ય છે, પુનઃ પુનઃ ચિંતન કરવા ગ્ય છે.
અને આવા આ એક સ્વરૂપ સર્વજ્ઞને જે વિવિધ નામ આપવામાં આવ્યા છે, તે પણ તેના વિવિધ ગુણના વાચક છે, અને જુદી જુદી અપેક્ષાએ તેના અપૂર્વ અચિંત્ય
મહિમાને વર્ણવતા હેઈ સાર્થક છે. જેમકે–તે “ અહં” એટલે ગુણનિ૫ન પૂજાહે–પૂજાને યોગ્ય, જગતુપૂજ્ય, વિશ્વવંદ્ય છે. કર્મશત્રુને નાશ
નામની કરવાથી તે “જિન–વીતરાગ છે. અધિદેવપણાથી તે “મહાદેવ છે. અવિરુદ્ધતા સુખાવહપણાથી એટલે કે ત્રણે ભુવનના શંકરપણાથી તે “શંકર છે.
બ્રહ્મજ્ઞપણાથી–આત્મજ્ઞપણાથી તે “બ્રહ્મા” છે. દુઃખ હરવાથી તે હરિ છે. વિબુધોથી તેને બુદ્ધિધ અર્ચાય છે, માટે તે “બુદ્ધી છે. શિવમાર્ગની વિધિનું વિધાન કરવાથી તે “વિધાતા છે. આવા હેવાથી તે વ્યક્તપણે પ્રગટ પુરુષોત્તમ છે. ઈત્યાદિ અનેક નામ ધરાવતાં છતાં તે સ્વલક્ષણથી અનેક નથી, કારણકે અનંત ગુણાત્મક એક આત્મદ્રવ્ય પ્રસિદ્ધ છે. એટલે વિવિધ ગુણ અપેક્ષાએ વિવિધ નામ પરસ્પર વિરુદ્ધ નથી, પણ એક જ અર્થના-સ્વરૂપના દ્યોતક હોઈ, એકબીજાના પૂરક પોષક છે, અને એક જ તત્ત્વસ્વરૂપની પુષ્ટિ કરે છે.