________________
દીમાદષ્ટિ : રાજસેવકવત સવભક્તો અભેદ
(૩૫૯) માન્યતા પૂરતા અંશથી ધીમોને મન સરખા જ છે. એટલે કે નિર્ચાજપણે, નિદભાણે, નિષ્કપટપણે, સાચેસાચી રીતે તે સર્વજ્ઞની આજ્ઞાના પાલનમાં યથોચિતપણે તત્પર થઈ, તેને જે કઈ માન્ય કરે છે, તે સર્વજ્ઞ માન્યતારૂપ સામાન્ય અંશે કરીને બુદ્ધિમાન પ્રાજ્ઞજનોને મન તુલ્ય જ છે, સમાન જ છે,–પછી તે ભલે ગમે તે મતને, સંપ્રદાયને કે દર્શનને અનુયાયી હોય. અને સર્વજ્ઞને માનવું, એટલે નિષ્કપટ, નિર્દભપણે તેની ભાખેલી આજ્ઞાનું પાલન કરવામાં તત્પર રહેવું, એમ અર્થ સ્પષ્ટ કર્યો છે. કારણ કે મુખેથી માન્યપણે કહીએ, પણ આજ્ઞા આરાધન ન કરીએ, તે તે માન્યપણાની મશ્કરી વા વિડબના કરવા બરાબર છે ! એ તે “ચાકર તેરા, કહ્યા નહિં કરું !”—એના જેવો ઘાટ થયે ! માટે અહિંસા, સત્ય આદિના પાલન સંબંધી એની આજ્ઞાનું પાલનમાં સદા ઉઘુક્ત રહેવું, એજ એ સર્વજ્ઞ ભગનાનની આરાધનાનો શ્રેષ્ઠ ઉપાય છે. અને તેવા પ્રકારે શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટકમાં કહ્યું છે +
“સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતિ કરતાં. સહેજે નાથ નિવાજે.
સેવા સાર રે જિનની મન સચે”—શ્રી દેવચંદ્રજી. તાત્પર્ય કે-જે કોઈપણ સર્વજ્ઞ તત્વને, સ્વીકારી, નિદભપણે-નિષ્કપટપણે, સાચા ભાવથી તેની આજ્ઞાના આરાધનમાં તત્પર હોય છે, તે સર્વ તેટલી માન્યતા પૂરતા સમાન
અંશથીઝ તુલ્ય જ છે, સમાન જ છે. ચાહે તે જૈન હોય કે અજૈન સર્વ ભક્તોને હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, શૈવ હોય કે વૈષ્ણવ હોય, સાંખ્ય અભેદ હોય કે નૈયાયિક હોય, વેદાંતી હોય કે સિદ્ધાંતી હોય, ઈસ્લામી હોય
કે ઇસાઈ હોય, ગમે તે મત સંપ્રદાયને અનુસખ્ત હોય, પણ જે તે સર્વશને (omniscient) માનતો હોય તો તે એકરૂપ-અભેદરૂપ જ છે. આમ સર્વને સામાન્ય એવી સર્વજ્ઞ માન્યતા જગતના સમસ્ત સંપ્રદાયનું એક અનુપમ મિલનસ્થાન છે, માટે એક અભેદસ્વરૂપ સર્વજ્ઞને માનનારા સેવક ભક્તજનમાં કોઈ પણ ભેદ ઘટતો નથી, એમ સિદ્ધ થયું.
આ જ અર્થ નિદર્શનગર્ભપણે કહે છે –
+ “વસ્થ રાનાધનોવાયઃ સાચ્ચાસ વ .
यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः ।।" x"सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्यामल्या धिया ।
निर्व्याजं तुल्यता भाव्या सर्वतंत्रेषु योगिनाम् ||
२३-१७