________________
દીમાદષ્ટિ : સામાન્યથી સવજ્ઞને માનનારા અભેદ
(૩૫૭) એક સર્વજ્ઞને જ માન્ય કરે છે, માને છે, એમ ન્યાયથી સાબિત થાય છે. માટે સર્વજ્ઞને માનનારા જુદા જુદા દર્શનવાદીઓ પણ સર્વ કઈ એક સ્વરૂપ જ છે, અભેદ સ્વરૂપ જ છે. આમ સર્વજ્ઞને ભજનારા ભક્તોમાં પણ ભેદ હોવો સંભવતો જ નથી.
विशेषस्तु पुनस्तस्य कात्स्न्ये नासर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥ અસર્વદર્શી સર્વને, વિશેષ પણ તેને ય;
પૂર્ણ જણાય ન-તે થકી, તેને પ્રાપ્ત ન કેય, ૧૦૫ અર્થ-અને તે સર્વજ્ઞ વિશેષ-ભેદ તે સંપૂર્ણપણે સર્વ અસર્વદશી"એને જાણવામાં આવતા નથી, તેથી કરીને તે સર્વને પ્રાપ્ત થયેલે એવો કઈ (અસર્વદશી) છે નહિ.
વિવેચન ઉપરમાં સામાન્યથી સર્વજ્ઞનું એકપણું કહ્યું. હવે કોઈ કહેશે કે વિશેષથી તેમાં ભેદ હશે. તેને ઉત્તર અત્રે કહે છે તે સર્વજ્ઞ વિશેષ–ભેદ તો અસર્વદશી એવા સર્વ
પ્રમાતૃઓને જાણવામાં સંપૂર્ણપણે આવી શકતો નથી. કારણ કે તે પોતે અસર્વદર્શી અસર્વદર્શી અસર્વજ્ઞ હોવાથી, તેનું સર્વ દર્શન તેઓને થતું નથી, વિશેષ સંપૂર્ણ એટલે તે સર્વજ્ઞના વિશેષનું-ભેદનું જ્ઞાન તેઓને કેમ થઈ શકે? અને કેમ જાણે? સામાન્ય એવું દર્શન થતું હોય તે પણ વિશેષ એવા તેના જ્ઞાનમાં
તેઓની ગતિ હોતી નથી. આમ સર્વજ્ઞનું સ્વરૂપ ચિંતવનારા સર્વ અસર્વદશીને તેના સંપૂર્ણ વિશેષ સ્વરૂપનું ભાન થવું સંભવતું નથી. કારણ કે સંપૂર્ણને સંપૂર્ણ ને ખ્યાલ આવી શકે, પણ અપૂર્ણને સંપૂર્ણને ખ્યાલ કેમ આવી શકે?
એટલે તે તે દર્શન પ્રમાણે આ સર્વજ્ઞ સંબંધી જે ભેદ કલ્પના કરવામાં આવે છે, તે પણ નિરર્થક છે. જેમકેશવ લોકો તેને અનાદિશુદ્ધ ને સર્વગત કહે છે, જેને સાદિ ને અસર્વગત કહે છે, બૌદ્ધો પ્રતિક્ષણ ભંગુર કહે છે, ઈત્યાદિ જે ભેટ કપાય છે તે નકામે છે. કારણ કે-(૧) તેના વિશેષનું પરિજ્ઞાન એટલે કે સર્વથા સર્વ પ્રકારે જ્ઞાન છદ્મસ્થને થઈ શકતું નથી. (૨) યુક્તિઓના જાતિવાદને લીધે પ્રાયે વિરોધ હોય છે,
વૃત્તિઃ—વિરોષતુ-વિશેષ તો, ભેદ તે પુન-વળી, તસ્ય-તે સર્વાન, ચૈન-કાર્યથી, સંપૂર્ણપણે અર્વશિમિડ-અસદશ પ્રમાતૃઓથી સર્વે-સર્વથી, ન જ્ઞાનથી જાણવામાં આવતે - તેના આદર્શનને લીધે દર્શન સતે પણ તેના જ્ઞાનની અગતિને લીધે, દર્શન હોય તો પણ તેના જ્ઞાન પ્રત્યે ગતિ હોતી નથી તેથી કરીને, તેન-તે કારણથી, તં-તે સર્વને, આઘન્ન-પ્રતિપન, પ્રાપ્ત થયેલે, ન 7કોઈ અસર્વદશ નથી.