Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૫૬)
ગદષ્ટિસમુચય કેવલજ્ઞાનસ્વરૂપમાં ભેદ નથી, કારણકે કેવલજ્ઞાની સર્વજ્ઞ સર્વ કાંઈ જાણે છે. તેના અસંખ્ય પ્રદેશાત્મક આત્મક્ષેત્રમાં અનંત પર્યાયનું સ્થાન છે, અને તેની અશેષ–સંપૂર્ણ જ્ઞાયક શક્તિ પૂર્ણ કક્ષાએ પ્રગટી છે, તેથી તે સર્વ કાંઈ વિશેષ જાણે છે, સર્વ પ્રમેયપ્રમાણ તેનું કેવલજ્ઞાન હોય છે.
“ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણુગ શક્તિ અશેષ, તેહથી જાણેરે કાંઈ સકલ વિશેષ રે....
જિગંદા તેરા નામથી મન ભીને. સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવલનાણુ પહાણ તિણે કેવલનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે....જિમુંદા.”
–શ્રી દેવચંદ્રજી.
प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ॥ १०४ ॥ તેથી પ્રતિપત્તિ તેહની, જેહની સામાન્ય જ;
તે સર્વ આશ્રિત તેહને, પરા ન્યાયગતિ એ જ, ૧૪.
અર્થ –તેથી કરીને તે મુખ્ય સર્વજ્ઞની જેટલાઓને સામાન્યથી જ પ્રતિપતિ (માન્યતા ) છે, તે સર્વેય તેને આશ્રિત છે, એમ પરા ન્યાયગતિ છે.
વિવેચન આમ વ્યક્તિભેદ છતાં સર્વજ્ઞ એક જ છે, તેથી કરીને આ સર્વજ્ઞને સામાન્યથી જ જેટલા સ્વીકાર કરતા હોય, તે સર્વે તે સર્વને જ આપન્ન છે, આશ્રિત છે, એવી
ચાયની પરા ગતિ છે. કારણ કે જેમ મનુષ્ય લક્ષણ જેના જેનામાં હોય, મુખ્ય સર્વજ્ઞને તેને તેને સામાન્યથી જ “મનુષ્ય” તરીકે સ્વીકાર કરે એ ન્યાયની ભક્ત અભેદ પદ્ધતિ છે; તેમ સર્વજ્ઞનું લક્ષણ જેના જેનામાં હોય, તેને તેને સામા
ન્યથી “સર્વજ્ઞ” તરીકે સ્વીકાર કરવો એ ન્યાયની રીતિ છે. અને આમ જેટલા જેટલા ભિન્ન ભિન્ન મતવાદીઓ-દાર્શનિકે સામાન્યપણથી જ તે સર્વજ્ઞને સ્વીકાર કરતા હોય, માન્યતા ધરાવતા હોય, તે સર્વેય મુખ્યજ-પારમાર્થિક જ એવા તે - વૃત્ત – પ્રતિપત્તિઃ તતઃ– તેથી કરીને પ્રતિપત્તિ, તરંથ-તેની, સર્વજીની, સામાન્ચનૈવ સામાન્યથી જ,
જીલાની, જેટલા તંત્રાન્તરીની (અન્ય અન્ય દેશની એની) પણ, તે સર્વેકવિ-તે સય. તમન્ન-તે મુખ્ય સર્વગ્નને જ આપન્ન-આશ્રિત છે, હૃત્તિ ચાયત્તિ: - એવી પરા નાયગતિ છે,–તે શિવાય તેની પ્રતિષત્તિની અસિદ્ધિ છે માટે.