________________
દીમાદષ્ટિ : પારમાર્થિક સર્વજ્ઞ વ્યકિતભેદ છતાં એક જ
(૩૫૫) કેવી રીતે ? તે માટે કહે છે –
सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्वतः ॥ १०३ ॥ સર્વજ્ઞ નામે જેહ કે, પારમાર્થિક જ અત્ર;
વ્યક્તિ ભેદે પણ તત્ત્વથી, તે એક જ સર્વત્ર. ૧૦૩ અર્થ “સર્વજ્ઞ” નામને જે કઈ પારમાર્થિક જ એવે છે, તે વ્યક્તિભેદ છતાં, તત્વથી સર્વત્ર એક જ છે.
વિવેચન
ઉપરમાં કહ્યું કે સર્વજ્ઞોમાં ભેદ નથી, તે કેવી રીતે ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે –“સર્વજ્ઞ” નામથી ઓળખાતે જે કોઈ પણ પારમાર્થિક જ, સાચેસાચે,
નિરુપચરિત સર્વજ્ઞ હોય, તે વ્યક્તિભેદ છતાં તત્વથી સર્વત્ર એક જ છે. વ્યકિતભેદ છતાં તે સાચા પારમાર્થિક સર્વજ્ઞને ભલે પછી અહંત, જિન, બુદ્ધ, શિવ, સર્વજ્ઞ અભેદ શંકર વગેરે ગમે તે નામ આપવામાં આવ્યું હોય, છતાં તત્વથી
સર્વજ્ઞપણાએ કરીને તે સર્વત્ર એક જ છે. તે ઋષભ જિન આદિ વ્યક્તિભેદની અપેક્ષાએ ભલે ભિન્ન ભિન્ન હોય, તો પણ પારમાર્થિક સર્વજ્ઞપણારૂપ એક સામાન્ય લક્ષણથી જોઈએ તે તે તત્વથી જાતિની અપેક્ષાએ સર્વ સ્થળે એક જ છે, તેમાં ભેદને અવકાશ છેજ નહિં.
" मुक्तो बुद्धोऽहन्वापि यदैश्वर्येण समन्वितः ।। તીરઃ સ વ ચારસંન્નામેવોડત્ર દેવમ્ I” –શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી યોગબિન્દુ, “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન...લલના, જિન અરિહા તીર્થકરૂ, તિસરૂપ અસમાન.લલના. શ્રી સુપાતજિન વંદીએ.”
–શ્રી આનંદઘનજી. નામ ગમે તે હોય કે વ્યક્તિ ગમે તે હોય, પણ સાચું પરમાર્થ સત્ સર્વાપણું હોય, તો અનંત સર્વજ્ઞ પણ એક સ્વરૂપ છે. આમ અનંત કેવલજ્ઞાનીના પણ
કૃત્તિ–સર્વજ્ઞો નામ : - સર્વજ્ઞ નામે જે કોઈ અહંત આદિ પરમાર્થિw ga દિ–પારમાર્થિક જ છે, નિરુ૫ચરિતજ છે, સ g gવ સર્વત્ર-તે સર્વત્ર એકજ છે –સપણે થકી, નિમેટેડ ૧ વર-વ્યકિતભેદ છતાં -તત્વથી, ઋષભાદરૂપ વ્યક્તિભેદ છતાં