________________
(૨૪૬)
યોગદષ્ટિસમુચ્ચય અર્થ :–ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના વેગથી જેમ બીજ પ્રરેહ પામે છે-ઊગી નીકળે છે, તેમ તત્ત્વશ્રવણથકી નર પ્રહને પામે છે.
વિવેચન તત્ત્વશ્રવણુ મધુદકેરુ, ઈહાં હોય બીજ પ્રહ; ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ, ગુરુ ભક્તિ અદ્રોહ....મન.”– શ્રી. કે. દ. સઝાય -૪
તત્વશ્રવણને મહિમા અહીં બતાવ્યું છે. આ “તવશ્રવણુ મધુરોદકેજી – તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણીના જેગથી, અહીં બીજને પ્રરોહ થાય છે, અંકુર ફૂટે છે. ખારું પાણી હોય તે બીજ ઊગે નહિ; પણ જે ખારું પાણી છોડી, મીઠા પાણીને જોગ બને તે બીજ ઊગી નીકળે, ભલે તેની મીઠાશનું સ્પષ્ટ સંચેતન વડે ભાન-જાણપણું ન હોય, તે પણ અંકુરા ફૂટી નીકળે. તે જ પ્રકારે સંસાર સમુદ્રના ખારા પાણીને જંગ જ્યાં સુધી હોય, ત્યાં સુધી બેધનું બીજ ઊગે નહિ; પણ તે ખારું પાણી છોડી, તવશ્રવણરૂપ મધુર જલન જોગ જે બની આવે તે બોધરૂપ બીજ ઊગી નીકળે–પ્રરોહ પામે.” ભલે તે તત્વથતિના માધુર્યનું સ્પષ્ટ સંચેતન-સંવેદન હજુ ન હોય, તે પણ તેને અંકુરા તે જરૂર આવે.
અત્રે “પ્રહ’ શબ્દ બને અર્થમાં ઘટે છે (લેષ); પ્રહ એટલે ઊગી નીકળવું તે, અથવા ઉત્તરોત્તર ચઢતી પદવી પામવી તે. તત્ત્વશ્રવણના અચિંત્ય મહાપ્રભાવથી નર ઉત્તરોત્તર પ્રહ-ચઢતી કળા પર આરૂઢ થતું જાય છે, તે વાર્તા સ્પષ્ટ છે. અહીં “નર’ શબ્દનું ગ્રહણ કર્યું છે, તે મુખ્યપણે મનુષ્ય જ તત્ત્વશ્રવણનું પાત્ર બને છે, એ સૂચવવા માટે છે, કારણ કે મનુષ્ય પર્યાયમાં જ પૂર્ણ સદ્દવિવેકને ઉદય થઈ, યાવત્ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આવું તત્ત્વશ્રવણનું અચિન્ય સામર્થ્ય હોય છે, આ માટે પ્રભાવ હોય છે.
આકૃતિ–૧૦
બધ-અંકુર
--૦બીજ
*
** પુણ્ય-મજ
સંસારઃખારું પાણી
તવ શ્રવણ = મીઠું પાણી.
“જિનવર વચન અમૃત અનુસરિયે, તત્વરમણ આદરિયે રે; દ્રવ્ય-ભાવ આશ્રવ પરહરિએ, દેવચંદ્રપદ વરીએ રે”-શ્રી દેવચંદ્રજી. “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.” “તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.”
-શ્રીમદ્ રાજચંદ્રજી